રોગચાળાની ભીતિ:મોરબીમાં માવઠા બાદ ઠંડી ઘટી વાવેતરને ગંભીર નુકસાન નહીં

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે ગરમી અને રાત્રે ઠંડીના લીધે રોગચાળાની ભીતિ

મોરબી જિલ્લામાં ગયા સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવતા બે દિવસ કમોસમી વરસાદ થયો હતો. જેના કારણે અચાનક ઠંડીનું જોર વધ્યું હતું.સવારે અને રાત્રે લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી ગગડી જતું તો દિવસે પણ વાદળ અને ભેજના કારણે મહતમ તાપમાન પણ 25 ડિગ્રીથી વધતું ન હતું, જેના કારણે બેથી ત્રણ દિવસ દિવસ રાતે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જો કે બે દિવસ બાદ ફરી ઠંડીનું જોર ઘટી જતાં દિવસે ફરી વાતાવરણમાં ફરી ગરમાવો આવ્યો છે.

રવિવારે લઘુતમ તાપમાન 19 ડિગ્રી રહ્યુ હતુ તો મહતમ તાપમાન પણ 31 ડિગ્રી સુધી પહોંચી જતા ફરીવાર સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ફરીવાર ઠંડીનું જોર વધે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

જો કે હાલમાં અનુભવાતી મિશ્ર ઋતુના લીધે રોગચાળો વધી શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામા અાવી છે અને લોકોને સાવચેત રહેવા આરોગ્ય તંત્રએ તાકીદ કરી છે. આ અંગે કૃષિ વિભાગના જાણકારોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે કમોસમી વરસાદના લીધે રવિ વાવેતરને વધુ નુકસાન થયું નથી અને હજુ જિલ્લામાં દર વર્ષે જેટલું રવિ વાવેતર થાય છે તેના કરતા ઓછું વાવેતર થયું છે.

જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર વધ્યું
જિલ્લા ખેતીવાડી અધિકારીના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં વર્ષ 2021ની રવિ સીઝનમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં પાંચેય તાલુકામાં કુલ 36975 હેકટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે.જણસી મુજબ વાવેતરના આંકડા જોઈએ તો 7170 હેક્ટરમાં ઘઉં, 10620 હેક્ટરમાં ચણા, 2458 હેક્ટરમાં રાઈ, 8950માં જીરું, 737 હેક્ટરમાં ધાણા, 1652 હેકટરમાં લસણ, 820 હેક્ટરમાં વરિયાળી, 1240 હેક્ટરમાં ડુંગળી, 993 હેક્ટરમાં શાકભાજી અને 2335 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...