કુહાડી વડે ઘાતકી હુમલો:મોરબીમાં 'મારી બેનને માર મારો છો' કહી બનેવીને સાળાએ અને સાઢુએ મળી ઢોર માર માર્યો

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં વાવડી ચોકડી નજીક 'મારી બેનને માર મારો છો' કહી બનેવી પર સાળા-સાઢુભાઈએ કુહાડી વડે ઘાતકી હુમલો કરતા ચકચાર મચી જવા પામ્યો છે. હાલ ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ છે અને તેણે સાળા-સાઢુભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા સંજય માણસુરભાઈ ગજીયાએ તેના સાઢુભાઈ જીલુભાઈ નાથાભાઈ વાંક અને સાળા સંજય રાજાભાઇ ડાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ મોરબી કંડલા બાયપાસ રેલ્વે ફાટક પાસે આવેલ નેત્ર ફિલ્ટર પાણીના કારખાને જવા માટે નીકળ્યા હતા. તે સમયે વાવડી ચોકડી પાસે મહાદેવ મંદીર પાસે તેમને જીલુભાઈ અને સંજયભાઈએ અટકાવ્યા હતા. હજુ સંજયભાઈ કાંઈ વાતચીત કરે એ પૃર્વે જ સાળા-સાઢુભાઈએ કુહાડીથી વડે ઘાતકી હુમલો કર્યો હતો.

જયારે સંજયભાઈએ પ્રતિકાર કરતા પૂછ્યું હતું કે, મને શું કામ મારી છો, મારો શું વાંકે ગુનો છે ? ત્યારે તેમના સાળાએ કહ્યું હતું કે, મારી બેન સાથે જ્યારથી તમે લગ્ન કર્યા છે. ત્યારથી મારી બહેનને વગર વાંકે હેરાન પરેશાન કરી માર મારો છો, તેમ કહી અને શરીરે મુંઢ માર મારી ઈજા પહોંચાડીને ગાળો ભાંડી હતી. ત્યારબાદ સ્થાનિકો સંજયભાઈની મદદે આવી જતા બન્ને આરોપી નાસી ગયા હતા. જે બનાવ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...