એક સમયે ઓદ્યોગિક નગરી તરીકે વિખ્યાત મોરબી શહેર હવે ક્રાઈમ નગરી બનતું જાય છે. જ્યાં છાશવારે નજીવી બાબતે મારામારીના બનાવો, એક બાદ એક ચોરીના બનાવ પ્રકાશમાં આવે છે. તો હત્યા જેવા ગંભીર ગુના પણ સામાન્ય બની ગયા છે. જેમાં પીપળી રોડ પર ઈંટના ભઠ્ઠામાં મજૂરીએ રાખવા બાબતે એક શ્રમિક સાથે બોલાચાલી થયા બાદ બે ઇસમોએ શ્રમિકનું ઢીમ ઢાળી દીધું હતું.
મૂળ માળિયાના વેજલપર ગામના વતની અને હાલ મોરબીના વિદ્યુતનગર સામાકાંઠે રહેતા વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરૂભાઈ સાંતલપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પીપળી ગામની સીમમાં ખોખરા હનુમાનવાળા રોડ પર ઈંટનો ભઠ્ઠો આવેલો છે. જ્યાં ગત તા. ૦૩ ના સાંજના સુમારે ભઠ્ઠામાં કામ કરતા અશોક સુખાભાઈ કોળી અને મજુર કરશનભાઈ ઉર્ફે કચા ભુવા હરખાભાઈ કોળી બંને ટીંબડી ગામે ઈંટ ખાલી કરવા ગયેલા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ ભઠ્ઠાએ કામ કરતાં મજુર અશોક કોળી અને બીજો એક અજાણ્યો માણસ હોય જેના વિશે અશોકને પૂછતાં આ મજુર હોય જેને અહી રાખવો હોય તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી વિજયે કોઈ અજાણ્યા માણસને મજૂરીએ રાખવો નથી કહ્યું હતું જેથી અજાણ્યો પુરુષ જતો રહ્યો હતો.
બાદમાં તા. 04 માર્ચના રોજ બપોરે જીતેશ કોળીનો ફોન આવ્યો હતો અને ગઈકાલે રાત્રીના અશોક સેખાણીએ એક મજુર જેવા અજાણ્યા માણસને મારી નાખેલ છે અને તે તથા અશોક બંને અજાણ્યા માણસના મૃતદેહને ટ્રેક્ટર ટ્રોલીમાં રાખી ખોખરા હનુમાન રોડ પર નાખી આવ્યા છે તેમ જણાવ્યું હતું. જેથી અશોકને વાત કરતા તેને જણાવ્યું હતું કે અજાણ્યા ઇસમેં રાત્રીના આવી તે મને કેમ મજુરી કામે રાખ્યો નથી કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી જીતેશને જગાડ્યો હતો અને બંને સાથે અજાણ્યો માણસ મારામારી કરી કરી. જેથી જીતેશભાઈએ પાવડાના હાથથી અજાણ્યા માણસને મારતા પડી ગયેલ અને બેભાન થઇ ગયો હતો.
આમ મૃત્યુ પામેલો અજાણ્યો પુરુષ રાત્રીના ઈંટના ભઠ્ઠા પર આવ્યો હોય અને મજુર અશોક કોળી સાથે મજુરી કામે રાખતા નથી કહીને ઝઘડો કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.