હુમલો:મોરબીમાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવકને છરીના ઘા ઝીંક્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિર ફરતે વંડો કરવા ફાળો એકઠો કરવા અંગે માથાકૂટ
  • યુવાનને પકડી રાખી પડખામાં ઘા મરાતાં કિડનીને ઇજા

મોરબીના નીરૂબેન નગર ગામમાં રહેતા યુવાને મંદિર ફરતે વંડો બનાવવાનો હોઇ રૂપિયા ઉઘરાવવાનું કામ રાખ્યું હતું અને તેના નાણાં લેવાના બાકી નિકળતા હતા, જે માગતાં અન્ય શખ્સોએ રૂપિયા આપવાને બદલે ઝપાઝપી કરી હતી અને આટલું અોછું હોય તેમ અન્ય શખ્સોએ યુવાનને છરીના ઘા મારી દીધા હતા. ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના નિરુબેન નગર ગામમાં રહેતા ફિરોજ હમજાનભાઈ કમોરા નામના યુવાનના ભાઇ અબ્દુલભાઇ તથા સલીમભાઇ નામના યુવાને શંકરના મંદિર ફરતે વંડો બનાવવા માટે ફાળો એકત્ર કરવા રેતીની ગાડી ભરીને પીપળીયા ગામમાથી નીકળે તેની પાસેથી ધર્માદાના રૂપીયા ઉઘરાવવાનું કામ પીપળીયા ગામના પ્રુથ્વીરાજસિંહે હાજરીમાં રાખેલું હોય જે હાજરીના રૂપિયા આ કામના આરોપી સલીમ અલિયાસ કમોરા પાસેથી ફરીનાભાઇ અબ્દુલભાઇને લેવાના બાકી હતા.

જે માંગતા આ કામના આરોપી સલીમે ઉશ્કેરાઈ જઇ અબ્દુલભાઇને ગાળો આપી ઝપાઝપી કરી પાછળથી આરોપી અનવર ઇકબાલ કમોરાના મોટર સાઇકલમાં આવી અબ્દુલભાઇને પકડી રાખી આરોપી અનવરે પાછળથી બન્ને પડખામાં એક એક છરીનો ઘા મારી બન્ને કિડનીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...