દુર્ઘટના:મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા યુવકનું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપર રોડ પર સપરમા દિવસે જ બની ઘટના

મોરબી રાજપર રોડ ઉપર કારચાલકે બાઇક પર જતાં એક યુવાનને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પિતાએ તાલુકા પોલીસ મથકે અજાણ્યાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે કાર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. મોરબીમાં એરપોર્ટની જાહેરાત બાદ મોરબી રાજપર રોડ ઝડપથી વિકસી રહ્યો છે. અહીં ઇન્ડસ્ટ્રીઝ પણ વધી રહી હોવાથી વાહનોની અવર જવર વધી છે.

બીજી તરફ નબળા અને સાંકડા રોડના કારણે અકસ્માતના બનાવ વધ્યા છે. તાજેતરના આ રોડ પર એક બાઈક સવાર યુવકને કાર ચાલકે હડફેટે લઈ મોત નિપજાવ્યું હતું.મોરબીના રાજપર રોડ ઉપર ગત તા.12 જુલાઈના રોજ બાઈક પર જઈ રહેલા વિજયભાઈ જાદવજીભાઈ પરસોંડા નામના યુવાનને અજાણ્યા કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પિતા મગનભાઇ જાદવજીભાઇ પરસોંડાએ એક અજાણ્યા કારના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...