મોરબીના તુલસી પાર્કમાં ઘર પાસે પથરાયેલી રેતી સરખી કરી રહેલા યુવાન પાસેથી એક શખ્સે પુરઝડપે બાઇક હંંકાર્યું હતું જેના લીધે તેમને ગટરનું પાણી ઉડતાં એ યુવાને શખ્સને ઠપકો આપ્યો હતો જેનો ખાર રાખીને આરોપીએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. મોરબીના તુલસીપાર્કમાં રહેતા રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા તેના ઘર પાસેની રેતીનો ઢગલો સરખો કરતા હતા તે દરમિયાન ઓમાન અશરફ ધારાણી નામનો શખ્સ બાઈક લઈનેપુર ઝડપે ત્યાંથી નીકળ્યો હતો જેના કારણે રોડ પર ગટરનું પાણી રમેશભાઈને ઉડતા બાઈક ચાલક ઓમાનને રોકી બાઈક ધીમે ચલાવવા ઠપકો આપ્યો હતો જે વાતનો ખાર રાખી ઓમાને છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી હતી જે બાદ રમેશભાઈને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલમાં પ્રથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.