બહેનના ઘરે ભાઈનો આપઘાત:મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને રસોડામાં ગળેફાંસો ખાઈ​​​​​​​ મોતને વ્હાલું કર્યું

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

મોરબીના લીલાપર રોડ પર રક્ષાબંધનના થોડા દિવસો પૂર્વે એક ભાઈ માનસિક બીમારીથી પીડિત હોય જેને કંટાળી જઈને બહેનના ઘરે રસોડામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

યુવાન ગમે ત્યારે માનસિક સંતુલન ગુમાવી દેતા નીચે પડી જતો
પ્રાપ્ત વિગતો મુજબ લીલાપર રોડ પર રહેતા જીતેન્દ્ર વાલજીભાઈ સોલંકી (ઉં.વ.27) નામના યુવાને તેના બહેનના ઘરે રસોડામાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. જે બનાવ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન એક વર્ષ પહેલા કારખાનામાં કામ કરતી વેળાએ અકસ્માતે નીચે પડતા માથાના ભાગે ઈજા થઇ હતી અને તે વખતે ઓપરેશન કરાવ્યું હતું. બાદમાં યુવાન ગમે ત્યારે માનસિક સંતુલન ગુમાવી દેતા નીચે પડી જતો હતો. જે બીમારીથી કંટાળી આવેશમાં આવી જઈને યુવાને બહેનના ઘરે આપઘાત કરી લીધો છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...