દુર્ઘટના:મોરબીમાં ટ્રક ચાલકે દંપતીને અડફેટે લીધું, પત્નીનું મૃત્યુ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂના પીપળીના રહીશને ઉમા રેસિડેન્સી પાસે નડી દુર્ઘટના

મોરબીના ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને પાછળથી હડફેટે લેતાં બન્ને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પત્નીને તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઇજાગ્રસ્તોને ત્યાં જ છોડીને નાસી ગયો હતો.

મોરબીના જૂની પીપળી ગામે ભરવાડ વાસમાં રહેતા નારણભાઇ વિરજીભાઇ મુંધવાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.17ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ઘુંટુ રોડ ઉપર ઉમા રેસીડન્સી સોસાયટીના ગેટની સામે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા તેમને ઇજા પહોંચી હતી જ્યારે તેમના પત્નીને વધુ ઇજા પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડયા હતા જ્યાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. વધુમાં આરોપી ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હોય પોલીસે આ મામલે નારણભાઇની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, અને ચાલકની ધરપકડ કરવા તજવીજ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...