પેસેન્જરના નાણા ચોરતી રીક્ષા ગેંગ સક્રિય:મોરબીમાં ચાલુ રીક્ષાએ ઉલ્ટીનું બહાનું કરીને ભેજાબાજે આધેડના ખિસ્સામાંથી રૂ. 1 લાખ સેરવી લીધા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી

મોરબીમાં ચાલુ રીક્ષાએ ઉલ્ટીનું બહાનું કરીને પેસેન્જરના નાણાં ચોરતી રીક્ષા ગેંગ સક્રિય થઈ છે. જ્યાં તાજેતરમાં રીક્ષામાં બેસેલા આધેડના ખિસ્સામાંથી ભેજાબાજે ચાલુ રીક્ષાએ ઉલ્ટીનું બહાનું કરીને રૂ.1 લાખ સેરવી લીધા હતા. આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં દાખલ થવા પામી છે.

ઉલ્ટીનું બહાનું કરી પૈસા તફડાવ્યા
બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી પ્રવિણભાઇ આંબાભાઇ જસાપરાએ જણાવ્યું હતું કે, તેઓ બપોરના ત્રણેક વાગ્યે લીલા કલરની પીળા હુડ વાળી સી.એન.જી. રીક્ષામાં બેઠા હતા. એ સમયે તેમની સાથે અન્ય 2 શખ્સો પર રીક્ષામાં સવારી કરતા હતા અને રીક્ષા ચાલક રીક્ષા હંકારતો હતો. આ દરમિયાન જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર પસાર થતા હતા ત્યારે રીક્ષામાં બેસેલો આશરે 30થી 35 વર્ષની ઉંમરના એક પેસેન્જરે ઉલ્ટીનું બહાનું કરીને પ્રવિણભાઇના પગ પર પોતાનું મોઢુ રીક્ષામાંથી બહાર કાઢી પ્રવિણભાઇના ખિસ્સામાં રાખેલા રૂ. 1 લાખ તેમની નજર ચુકવીને સેરવી લીધા હતા. ત્યારે રીક્ષા ચાલકે કહ્યું તમારું કઈક પડી ગયું છે જે જોવા માટે આધેડ રીક્ષામાંથી નીચે ઉતર્યા હતા. ત્યારે રીક્ષા ચાલક બંને ગઠીયાઓને લઈ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી આધેડે આ બાબતે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
​​​​​​​વધુમાં મળતી વિગત મુજબ આ રૂપિયા આધેડના કાકાએ જેતપરની બેન્કમાંથી ઉપાડ્યાં હતા અને મોરબી રૂપિયા મોરબી એક ભાઈને આપવાના હતા. એટલે તે રૂપિયા આપવા માટે આવતા હતા પણ રૂપિયા ચૂકવાયા તે પહેલા રીક્ષામાં નજર ચૂકવી રૂપિયા સેરવતી ગેંગે તે રૂપિયા સેરવી લીધા હતા. આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં દાખલ થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...