મોરબી નગરપાલિકા વિસ્તારમાં 4 મહિના કરતા વધારે સમયથી ઢોર પકડવાની કામગીરી બંધ છે જેના કારણે રસ્તા પર વાહનકરતા રખડતા ઢોરનું પ્રામાણ વધારે હોય તેમ લાગે છે આવા જ એક રખડતા ઢોરના કારણે ૧૭ વર્ષના સગીરનો જીવ ગયો હતો મોરબી જાંબુડીયાના વતની, સિરામિકમાં મજુરી કામ કરતા દિનેશભાઈ સાલાણીનો 17 વર્ષનો દિકરો અજય મિત્ર સાહિલ નરેજા સાથે બાઈકમાં નાસ્તો કરવા નીકળ્યો હતો. બાઈક લઈને જતા હતા તે દરમિયાન નવા બસ સ્ટેશન પાસે ખૂટી યો આડે ઉતરતા બાઈક તેની સથે અથડાયું હતું જેના કરને સાહિલે બાઈક પરનો કાબુ ગુમાવતા નીચે પડી ગયું હતું બનાવમાં અજય નીચે પડ્યો હતો, ફૂટપાથ તેમજ સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાતા અજયને માથામાં ઈજા પહોચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો
જ્યાં સારવાર કારગત ન નીવડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો, અમદાવાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું પોલીસે બાઈક ચાલક વિરુધ્દ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે બેદરકારી પૂર્વક વાહન ચાલવવનાર બાઈક ચાલક વિરુધ્ધ ગુન્હો નોધાયો છે જોકે રસ્તે રખડતા ઢોર પકડવાની જવાબદારી સ્થાનિક નગરપાલિકાની હોય પરંતુ પાલિકા તંત્રે બેદરકારી દાખવી ઢોર પકડવાની કામગીરીની ન કરનાર પાલિકા તંત્ર વિરુદ્ધ ક્યારે ગુન્હો દાખલ કરવાની થશે તે પણ એક સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.