આત્મહત્યા:મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઇ મોત માગી લીધું

મોરબીના ઉમિયા નગરમાં રહેતા 43 વર્ષીય મહિલાએ બે દિવસ પહેલા તેમના જ ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં મહિલા માનસિક બીમાર હોવાનું અને 18 વર્ષથી સારવાર ચાલી રહ્યુ હોવાનું સામે આવ્યુ હતું.મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલા ઉમિયા નગરમાં રહેતા જોષનાબેન મુકેશભાઇ પરમારે ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

બનાવ બાદ મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક મહિલા 18 વર્ષથી માનસીક બીમારીથી પીડાતી હોય તેની દવા ચાલુ હોવાનુ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પીએસઆઇ વાઢીયા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...