ફરિયાદ:મોરબીમાં માનસિક દિવ્યાંગ યુવતી પર વિસ્તારમાં જ રહેતા યુવકે આચર્યું દુષ્કર્મ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 માસ પહેલાં યુવકના ઘરે બનાવી હતી હવસનો શિકાર, માતાને જાણ થતા ફરિયાદ નોંધાવી

મોરબી શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં 23 વર્ષની માનસિક બીમાર યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા એક નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી. યુવતી ત્રણ મહિના પહેલા તેના ઘરે ઘરકામ કરવા ગઈ હતી ત્યારે આ આરોપીએ યુવતીની માનસિક સ્થિતિનો અને યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે પરિવારજનો અજાણ જ હતા જો કે યુવતીની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા તેમની દીકરી સાથે અજુગતું થયું હોવાની જાણ થઈ હતી.જે બાદ મૃતકની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના એક વિસ્તારમાં રહેતા એક પરિવારની માનસિક બીમાર યુવતી રહેતા એક શખ્સના ઘરે ત્રણ મહિના પહેલા ઘરકામ કરવા ગઈ હતી. ત્યારે જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ નામના શખ્સે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. જો કે આ વાતથી યુવતીના પરિવારજનો અજાણ હતા.

જો કે અચાનક તેની પુત્રીની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા પુત્રી સાથે અજુગતું થયુ હોવાની જાણ તેમને થઇ હતી અને તેમણેપુત્રીની પૂછપરછ કરતા સમગ્ર હકિકત સામે આવી હતી જે બાદ માતાએ જયેશ ઉર્ફે લાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે ડીવાયએસપી એમ એફ પઠાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...