કાર્યવાહી:મોરબીમાં મહિલાના ગળામાંથી દાગીના સેરવી જનાર પકડાયો

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી થેયેલા દાગીના ઉપરાંત બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત

મોરબીમાં તાજેતરમાં શનાળા ગામ પાસેથી સોનાના દાગીનાની ચિલઝડપની ઘટના બની હતી જેમાં બાઇકમાં આવેલ શખ્સ મહિલાના ગાળામાંથી રૂ2.70લાખની કિંમતના દાગીનાની ચોરી કરી લઈ ગયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લેવા અલગઅલગ સ્થળે લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી તેમજ તેમાં દેખાયેલ બાઈકનાં નમ્બર આધારે પોકેટ કોપ એપ્લીકેશનની મદદ લીધી હતી અને જેના આધારે સુરેન્દ્રનગર રાજકોટ તેમજ જામનગર જિલ્લામાં અલગ અલગ દિશામાં તપાસ કરતા આ શખ્સના ફોટો અલગ અલગ બાતમીદારો સુધી પહોંચડી તપાસ હાથ ધરી હતી.દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસમાં એક જીજે 03 એમસી 1070 નમ્બરનું બાઈક મળી આવ્યું હતું જેની તપાસ કરતા બાઇક વિક્રમ વલ્લભજીભાઈ વાઘેલાના નામનું હોવાનું સામે આવ્યું હતું.

જેની તપાસ કરતા આરોપી વિક્રમેં જ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.આરોપીની કબૂલાત આધારે ચોરી થયેલ દાગીનો તેમજ બાઈક જપ્ત કર્યું હતું. આરોપી વિક્રમની તપાસ કરતા અગાઉ તેને ભાંડલાના કનેસરા ગામ, સાયલા, જસદણ, ગઢડારોડ, સાળંગપુર, થાન વાંકાનેર હાઈવે તેમજ તરણેતર એમ 9 સ્થળે ચિલ ઝડપની ઘટનાને અંજામ અપાયાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...