તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મોરબીમાં કૂતરું આડે ઉતર્યું, બાઇક ફંગોળાતા ચાલકનું મોત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જીવ બચાવવા જતાં બીજાએ જીવ ખોયો
  • મોરબીના રાજપર રોડ પર બન્યો બનાવ

મોરબી રાજપર રોડ પર એક યુવાન બાઈક લઈને જતો હતો તે દરમિયાન અચાનક કૂતરું આડું પડતા ચાલકે બાઈક પરનો કાબૂ ગુમાવતા રોડ પર પટકાયો હતો અને માથાના ભાગે ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યુ હતું. આસપાસના લોકોએ તાબડતોબ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેની ઇજા જીવલેણ નીવડી હતી અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના રાજપર રોડ ઉપરથી ટંકારાના નેસડા (ખાનપર) ગામનો અરવીંદભાઇ પ્રાગજીભાઇ ભાડજા નામનો યુવાન તેનું જીજે 3 એમ એચ6245 લઈને જતો હતો તે દરમિયાન હતા.

સમર્પણ કારખાના સામે રોડ પર અચાનક કુતરૂ આડુ ઉતરતા અરવિંદ ભાઈએ બાઈક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કૂતરા સાથે ભટકાઈ દુર ફંગોળાઇને રોડ ઉપર પડી જતા માથામા ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...