દુર્ઘટના:મોરબીમાં બહેનના હાથમાંથી પડી જતા દિવ્યાંગ ભાઈનું સારવારમાં થયું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અને શારીરિક વિકલાંગ ભાઇને નહાવા લઇ જતી વખતે બની દુર્ઘટના
  • 15 વર્ષના તરુણને પહેલાં મોરબી અને બાદમાં રાજકોટ અપાતી હતી સારવાર

મોરબીના કાંતિનગરમાં નહાવા માટે લઇ જતી વખતે બહેનના હાથમાંથી માનસિક અને શારીરિક વિકલાંગ ભાઈ પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી.જે બાદ મોરબી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. મોરબી શહેરમાં કાંતિનગરમાં વસુંધરા હોટલ પાછળ રહેતા વિમલભાઇ ગોરધનભાઇ ઉપસરીયા નામના માનસિક વિકલાંગ તરુણને તેની મોટીબહેન હર્ષદબેન ગોરધનભાઈ ઉપસરિયા બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેડીને નવડાવવા લઇ જતી હતી.

તે વખતે તેનો પગ લપસતા ભાઈ હાથમાંથી પડી જતા વિમલને બંને હાથમાં તથા છાતીના ભાગે ઇજા થઇ હતી. મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તા. 20 નવેમ્બરના રોજ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તા. 25ના રોજ સવારના 7 વાગ્યા આસપાસ તેનું મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...