શિયાળો જામશે:મોરબીમા ઠંડીનો ચમકારો પારો 17 ડિગ્રી સુધી ગગડ્યો

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ બાદ શિયાળો જામશે, ઠંડી વધશે
  • ​​​​​​​દિવસે 33 ડિગ્રી રહેતા મિશ્ર ઋતુનો અનુભવ

મોરબી જિલ્લામાં ધીમા પગે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.સવાર અને મોડી રાત્રે હળવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.જેના કારણે રાત્રીના સમયે ધીમે ધીમે લોકોની ચહલ પહલમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સવારમાં મોર્નિંગ વોક કરનાર અને કસરત કરતા યુવાનોની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. શહેરના કેસરબાગ, સરદાર અને સિનિયર સિટીઝન પાર્કમાં લોકો હળવી કસરત કરતા નજરે પડે છે, તો એલ ઇ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રનિંગ કરતા યુવાનોની સંખ્યા વધી છે.

મોરબીમાં છેલ્લા એક સપ્તાહમાં લઘુતમ તાપમાન ઘટયુ છે.રવિવારે લઘુતમ તાપમાનનો પારો 17 ડીગ્રી સુધી ગગડયો છે.બીજી તરફ દિવસ દરમિયાન મહતમ તાપમાન 33 ડીગ્રી સ્થિર રહેતા દિવસે હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સવાર સાંજમાં ઠંડી અને બપોરના ગરમી હોવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સિવાય ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને લઘુતમ 14 અને મહતમ 28 ટકા આસપાસ રહી છે.પવનની ગતિ પણ 13 કિમી પ્રતિ કલાક આસપાસ નોંધાઇ રહી છે. આગામી દિવસોમાં મોરબી જિલ્લામા આગામી સપ્તાહમાં હજુ ઠંડીનું જોર વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...