આરોગ્ય તંત્ર ચિંતામાં:મોરબીમાં 6.81 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો, 1.65 લાખ લોકો બીજો ડોઝ લેવા ન પહોંચ્યા

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં આરોગ્ય તંત્ર ચિંતામાં: મંદ પડી ગયેલી વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા તાકીદ

મોરબી જિલ્લામાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાએ દસ્તક દઈ દીધી છે. સતત ત્રણ દિવસ કોરોનાના કેસ સામે આવ્યા હતા.જોકે સારી વાત એ રહી કે એક દર્દીના વેક્સિનના બન્ને ડોઝ લેવાયા હતા, જ્યારે બે દર્દીએ માત્ર એક ડોઝ જ લીધા હતા. જો કે ત્રણેય દર્દીની સ્થિતિ સામાન્ય હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે તંત્રને વેક્સિનેશનની કામગીરી ફરી એકવાર યાદ આવી છે. મોરબીમાં હાલ 10,21,436 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે, જેમાંથી 6.81,179 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.

જ્યારે 3,40,257 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે.જો કે હજુ એવા પણ લોકો છે જેમણે વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.જિલ્લામાં પણ 1.65 લાખ કરતા પણ વધુ લોકો છે જેને બીજો ડોઝ લીધો ન હતો.જિલ્લામાં 8 લાખથી વધુ વેક્સિનેશનનો ટાર્ગેટ હતો. જો કે 6.81 લાખ જેટલા ડોઝ લેવાયા એટલે કે હજુ 1 લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ પણ લીધો નથી.

આમ આગામી દિવસોમાં જિલ્લામાં કદાચ કોરોનાંના કેસ વધે તો વેક્સિન ન લેનાર લોકોમાં સંક્રમણ વધવાનો ભય સેવાઈ રહ્યો છે. દિવાળી બાદ ફરી એકવાર જિલ્લામાં વેકસીનની કામગીરી ધીમી પડી ચૂકી છે.ભવિષ્યમાં જો સરકાર દ્વારા 12થી 17 વર્ષના બાળકોને પણ વેક્સિનમાં સમાવવાનો નિર્ણય લે તો આરોગ્ય તંત્રની કામગીરી વધુ ગંભીર બની શકે છે.

શનિવારે 152 સેન્ટર પરથી 6045 લોકોને વેક્સિન આપવામાં આવી
મોરબી જિલ્લામા શનિવારે કુલ 152 વેક્સિન સેન્ટર પર 6045 લોકોને રસી આપી હતી જેમાં 1221 લોકોને પ્રથમ ડોઝ અને 4824 લોકોને બીજો ડોઝ આપ્યો હતો. મહિલા પુરુષની સંખ્યા જોઈએ તો કુલ 5,73, 560 પુરુષ અને 4,47,712 મહિલાએ વેકસીન લીધી હતી.

18 થી 44 વયના 6.31 લાખ લોકોને ડોઝ
મોરબીમાં જિલ્લામાં આજ સુધીમાં 18 થી 44 વયના 6,31,184 લોકોને, 45થી 60 વયના 2,40,830 લોકોને અને 60થી વધુ વયમાં 1,49, 422 લોકોએ વેકસીન મેળવી છે. તેમ છતાં જેઓ બાકી છે તેમણે જાગૃત બનીને પહેલું કામ વેક્સિન લેવાનું કરવું જોઇએ તેવી વેક્સિનેશન ઓફિસરે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...