તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:મોરબીમાં ભાજપ કે કોંગ્રેસ ઉમેદવારનું હજી નક્કી નથી ત્યાં 486 ફોર્મ ઉપડી ગયા

મોરબી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 230 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસમાં સસ્પેન્સ યથાવત

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. જેના માટે હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા દાવેદારોમાથી ઉમેદવાર નક્કી કરીને પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ક્યા વોર્ડમાંથી કોને ટિકિટ આપવામાં આવશે, તેના માટે મગનું નામ મારી પડ્યું નથી ત્યારે ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાનો પહેલો દિવસ હતો. મોરબી જિલ્લામાંથી કુલ મળીને 486 લોકો ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડી ગયેલ છે

મોરબી જિલ્લામાં જુદીજુદી 230 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસમાં સસ્પેન્સ યથાવત રાખવામા આવ્યું છે જો કે, ગઇકાલથી ફોર્મ ભરવાનું શરૂ થયું હોવાથી એક જ દિવસમાં 230 બેઠકો માટે કુલ મળીને 486 જેટલા ફોર્મ લોકો લઈ ગયા છે. શા માટે મોરબી જિલ્લાની 230 બેઠકોના ઉમેદવાર બંને રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેમ જાહેર કરવામાં નથી આવ્યા તે પ્રશ્ન છે.

મોરબી જિલ્લામાં એક જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ પાલિકાની ચૂંટણી આગામી તા.28ના રોજ યોજવાની છે. જેના ફોર્મ ભરવા માટે અન્ય પક્ષ અને અપક્ષમાથી તો ફોર્મ ઉપડવામાં આવે તે સ્વાભાવિક છે. જો કે, ભાજપ કે કોંગ્રેસનાં હજુ નામ જાહેર કરવામાં આવેલ નથી, ત્યાં કેટલાક ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ચૂંટણી લડવા માટેના ફોર્મ ઉપડવામાં આવેલ છે, જેથી કરીને પક્ષમાથી ટિકિટ ન આપવામાં આવે તો જે આગેવાન ફોર્મ લઈ ગયા છે તે અપક્ષમાથી કે પછી બીજા કોઈ પક્ષની આંગળી પકડીને ચૂંટણી લડશે કે કેમ તેવો ગણગણાટ થવા લાગ્યો છે.

પહેલા દિવસે મોરબી પાલિકાના 13 વોર્ડ માટે 75 ફોર્મ, વાંકાનેર પાલિકા 6 વોર્ડ માટે 19 ફોર્મ, માળિયા મિયાણા 6 વોર્ડ માટે 0 ફોર્મ, મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 71 ફોર્મ, મોરબી તાલુકા પંચાયત 26 બેઠક 113 ફોર્મ, માળિયા તાલુકા પંચાયત 16 બેઠક 46 ફોર્મ, હળવદ તાલુકા પંચાયત 20 બેઠક 46 ફોર્મ, ટંકારા તાલુકા પંચાયત 16 બેઠક 59 ફોર્મ અને વાંકાનેર તાલુકા પંચાયત 24 બેઠક ફોર્મ 57 ફોર્મ ઉપડવામાં આવેલ છે જો કે, પહેલા દિવસે એક પણ ફોર્મ ભરવામાં આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ તેના ઉમેદવારોના પત્તા કયારે ખોલશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો