તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી વાંકાનેરના વરીયા પ્રજાપતિ સમાજ સમિતિએ 34 માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીના કારણે આ વર્ષે સમૂહ લગ્ન સૌના ઘરે જ એટલે કે જાહેર સ્થળ પર નહીં પરંતુ કન્યાના ઘરે જ લગ્ન પ્રસંગ રાખવામાં આવ્યો હતો. આ આયોજનમાં મોરબી, વાંકાનેર અને થાનના વરીયા પ્રજાપતિ સમાજના 40 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
આ તકે સમૂહલગ્નના આયોજકો અને સમાજના અગ્રણીઓ દ્વારા કન્યાઓને વરીયા માતાજી ફોટાવાળા ચાંદીના સિક્કા, સોનાના દાગીના સહીત 75 વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપવામાં આવી હતી. જેને અનુલક્ષીને મોરબીના સો ઓરડી વિસ્તારમાં વરીયા મંદિર ખાતે મોરબી-માળીયા (મી.) વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હસ્તે મોરબીની કન્યાઓને કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ધારાસભ્ય બ્રિજેશભાઈનું વરીયા સમાજના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રજાપતિ સમાજના આગેવાન ગોકળભાઇ ભોરણીયા, વરીયા પ્રજાપતિ સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા તથા ઉપપ્રમુખ પ્રવિણભાઇ વારનેશીયા, પંકજભાઇ વારનેશીયા,નાથાભાઇ સવાડીયા, કાન્તીલાલ કણસાગરા, રાજકોટથી ભાજપના નરેશભાઈ પ્રજાપતિ, રવિભાઇ જોષી સહિતના આગેવાનોના હસ્તે મોરબીની કન્યાઓને કરિયાવર આપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.