મોરબી જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે હાલ વેક્સિનેશન કામગીરી ઝડપી બની છે. મોરબી જિલ્લામાં સોમવારે કુલ 47 સરકારી અને 2 ખાનગી સેન્ટર મળી 49 સેન્ટરમાં કુલ 8395 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી પ્રથમ ડોઝ 7742 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 653 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લામાં કુલ 4,94,176 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 3,95,633 લોકોને પ્રથમ ડોઝ અને 98,543 લોકોને બીજો ડોઝ આપવામા આવ્યો હતો. ઉંમર મુજબ જોઈએ તો 18-44 વયના 2,31,959 યુવાનો, 45થી 60 વયના કુલ 1,50,064 લોકોને તેમજ 60 વર્ષથી વધુ વયના 1,12,453 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે.
જિલ્લામાં વેક્સિનની જરૂરિયાતને ધ્યાને લઈ મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે 45 જેટલો સ્થળોએ વેક્સિનેશનનું આયોજન કર્યું છે.જેમાં આવતીકાલે વેક્સિનેશન માટે કોવીશિલ્ડનો 6000 અને કોવેકસીનનો 700 ડોઝનો જથ્થો ફાળવાયો છે. જોકે હજુ ડોઝ ઓછા હોવાને કારણે વેક્સિનેશન માટે ભીડનું પ્રમાણ એટલું જ રહ્યું છે અને મોટાભાગના સ્થળોએ વેક્સિનેશન માટે કતારો જોવા મળે છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન સાથે સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને લોકો સુરક્ષિત બનવા દોટ લગાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.