તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Morbi, 2800 Young People Get The Vaccine Every Day, At This Rate It Will Take 6 Months For The Young People To Be Safe

કોરોના વેક્સિનેશન:મોરબીમાં રોજ 2800 યુવાનને મળે છે વેક્સિન, આ ગતિએ તો યુવાનોને સુરક્ષિત થતાં 6 મહિના લાગશે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસીકરણને વેગ આપવા સેન્ટર્સ વધારવા જરૂરી. - Divya Bhaskar
રસીકરણને વેગ આપવા સેન્ટર્સ વધારવા જરૂરી.
  • 18થી 44 વયના યુવાનો માટેના રસીકરણ કેન્દ્ર જરૂરિયાત કરતા ઓછા પડતાં હોવાની ઉઠતી ફરિયાદ
  • જિલ્લામાં1 લાખથી વધુ સિનિયર સિટિઝન તેમજ સવા ચાર લાખથી વધુ યુવાનને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ બાકી

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હાલ નવા કેસની સંખ્યા નહિવત થઈ ચૂકી છે. જો કે જોખમ હજુ ટળ્યું નથી. કારણ કે ભવિષ્ય ત્રીજી લહેરનો ખતરો મંડાઈ રહ્યો છે અને જેથી લોકોને ત્રીજી લહેરના જોખમથી બચાવવા વેક્સિનેશન ઝડપથી થાય તે જરૂરી છે.મોરબી જિલ્લામાં વાત કરીએ તો 45 વયથી વધુ વયના 2,94,780 જેટલા લોકો તેમજ 18થી 44 વયના 4,97,221 લોકો રસી માટે લાયક છે.

આમ બન્નેમાંથી આજ દિન સુધીમાં બન્ને કેટેગરીમાં કુલ 1.78લાખ જેટલા લોકો રસીથી સુરક્ષિત થઈ ચૂક્યા છે. જો કે હજુ 1 લાખથી વધુ સિનિયર સિટીઝન તેમજ સવા ચાર લાખથી વધુ યુવાનો પ્રથમ ડોઝ લેવાના બાકી છે. જિલ્લામાં બન્ને કેટેગરીના મળી 4000થી 4500ની આસપાસ જ લોકોનું વેક્સિનેશન થઇ રહ્યું છે. જો આ જ ગતિએ જિલ્લામાં કામગીરી થશે તો 18થી 45 વયના તમામ યુવાનોને રસીનો પ્રથમ ડોઝ માટે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. અને આ સમયમાં જો ત્રીજી લહેર આવશે અથવા અન્ય કોઈ અડચણ આવશે તો રસીકરણ કામગીરીને અસર પહોચી શકે છે.

મોરબી જિલ્લામાં હાલ 30 જેટલા કેન્દ્રમાં જ રસી કરણની કામગિરી ચલી રહી છે. અને દરેક કેન્દ્રમાં 200 જેટલા ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ કારણોસર હજુ વેકસીન જે વિસ્તારમાં વધુ યુવાનો છે તેમને રસીમાટે રાહ જોવી પડી રહી છે. જિલ્લામાં 4 પાલિકા વિસ્તારમાં તેમજ 10 હજારથી વધુ વસ્તી ધરાવતી પંચાયતમાં વેકસીનેશન સેન્ટર વધારવાની જરૂરિયાત ઉદભવી છે.

વેક્સિનેશન સેન્ટર, ડોઝ વધારવા માંગ
મોરબી જિલ્લામાં યુવાનોમાં વેકસીનનો ઉત્સાહ અને જરૂરિયાત ને ધ્યાને લઇ કોરોનાના સેન્ટર વધારવા અને હાલ તમામ સેન્ટરમાં 200ના બદલે 300 ડોઝ ફાળવવા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારિયાએ ડે. સીએમ નીતિન પટેલને પત્ર લખી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...