ફરિયાદ:મોરબીમાં ગાળો બોલવા મુદ્દે માથાકૂટ, 22 લોકો ધોકા-પાઇપ લઇ આમને સામને

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને રસ્તા પરથી નીકળવાની ના પાડતાં વાત વણસી, સામસામી ફરિયાદ
  • જૂથ અથડામણમાં બન્ને પક્ષના યુવકોને ઇજા, સારવાર માટે ખસેડવા પડ્યા

મોરબીના ત્રાજપર ગામમાં ગત બુધવારના સવાર ના સમયે બે જૂથ વચ્ચે ગાળાગાળી થઇ પડી હતી અને એક યુવકને રસ્તા પરથી નીકળવાની ના પાડતા માથાકૂટ થઇ હતી. જે બાદ બન્ને જૂથ વચ્ચે વાત વણસી ગઈ હતી અને 20 -22 લોકોનું ટોળું ધોકા અને પાઈપ સાથે એક બીજા સામે આવી ગયું હતું અને એક બીજા પર આડેધડ ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. અને બન્ને તરફના ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચુસ્ત પોલીસ બંદોબસત ગોઠવી દીધો હતો. બનાવ બાદ બન્ને પક્ષ દ્વારા એક બીજા વિરદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. પ્રથમ ફરિયાદમાં ત્રાજપરમાં રહેતા રહેતા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો મનુભાઈ પાટળિયાએ વાલજીભાઇ શામજીભાઇ જંજવાડીયા, દિપક શામજીભાઇ જંજવાડીયા, અજય ઉર્ફે બુધ્ધો શામજીભાઇ જંજવાડીયા, સંતોષ ઉર્ફે ટીટી શામજીભાઇ જંજવાડીયા, સંજય ઉર્ફે અમરો શામજીભાઇ જંજવાડીયા,ઉકાભાઇ જંજવાડીયા, ધર્મેન્દ્ર જયંતીભાઇ જંજવાડીયા, જયંતીભાઇ બાબુભાઇ જંજવાડીયા તથા બે અજાણ્યા મળી કુલ 10 શખ્સ વિરુધ્ધ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી, જેવા હથીયાર સાથે ધસી આવીને આડેધડ માર માર્યો હતો.

સામે પક્ષે વાલજીભાઇ ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયાએ નારણભાઇ મોહનભાઇ પાટડીયા, ઉતમ નારણભાઇ પાટડીયા, સુનીલ નારણભાઇ પાટડીયા,જીતેન્દ્ર ઉર્ફે જીતો મનુભાઇ, લાલજીભાઇ મોહનભાઇ પાટડીયા, રમેશભાઇ મગનભાઇ ટીડાણી, ગોરધનભાઇ મગનભાઇ ટીડાણી, ધર્મેન્દ્ર લાલજીભાઇ પાટડીયા, મનસુખભાઇ મોહનભાઇ, હકાભાઇ ગોરધનભાઇ ટીડાણી, વિશાલ ચેલાભાઇ પાટડીયા વિરુદ્ધ માર માર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. આ બનાવ બાદ મોરબી પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ આધારે આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...