કાર્યવાહી:મોરબીમાં ચોરાઉ બાઈક સાથે 2 શખ્સ પકડાયા

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં હથિયાર સાથે એકની ધરપકડ

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર નજીક સંતકૃપા હોટેલ પાસેથી થ મુકેશભાઇ ધુળાભાઇ ડાભી અને છેલા રણછોડ ચાવડાને ચોરાઉ બાઈક પાસેથી ઝડપી લીધા હતા આ બન્ને શખ્સે લક્ષ્મીનગર – ભરતનગર વચ્ચે આવેલ ક્રિષ્નલીલા હોટલ માથી બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ ચોરાયેલ રૂ. 25 હજારની કિંમતનું બાઈક પણ જપ્ત કર્યું હતું.

જ્યારે અન્ય અેક બનાવમા મોરબીના રેલવે સ્ટેશન નજીકથી મોરબી એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન નવલખી રોડ વિસ્તારમાં એક શખ્સ હથિયાર સાથે ફરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશનના ગેટ સામેથી યમુનાનગરમાં રહેતા મૂળ અમરાપર ગામના આરોપી અલ્પેશ ઉર્ફે કાનો ચંદુભાઇ રૂદાતલા નામના યુવકને ગેરકાયદે રૂ.10 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...