તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • In Morbi, 140 People Tested Positive For Corona In The First Week Of December, Of Which 40 Per Cent Were Senior Citizens.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબીમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 140 લોકો કોરોના પોઝિટિવ જે પૈકી 40 ટકા સિનિયર સિટીઝન

મોરબી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબીમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 140 લોકો કોરોના પોઝિટિવ જે પૈકી 40 ટકા સિનિયર સિટીઝન

દિવાળી પર્વ બાદથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવેમ્બર મહિનામાં 458 દર્દી નવા આવ્યા બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 140 કેસ નવા આવ્યા છે.જેની સામે 90 દર્દી એક સપ્તાહમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે નવા આવેલા કેસમાં 35 થી 40 ટકા એટલે કે 50થી વધુ દર્દી એવા છે કે જેઓ સિનિયર સિટિઝન હતા.

આ સિવાય યુવાનો કે આધેડ વયના સામે આવ્યા હતા.સિનિયર સિટીઝન દર્દીઓ વધુ હોવાનું એક કારણ વાતાવરણમાં હાલ ઠંડી અને ગરમી એમ મિશ્ર ૠતુનો અનુભવ થવાને કારણે સૌથી વધુ આ ઉંમરના દર્દીઓ સંક્રમિત થયા છે. આ સિવાય ઘરના કોઈ યુવાન સભ્ય કોરોના સંક્રમિત થયા હોય પણ તેનો ચેપ તેમના માતા પિતાને લાગવાથી થયા હોય તેવું પ્રમાણ વધુ રહ્યું છે. આ સિવાય હાલ લગ્ન સિઝન પુર બહારમાં ખીલી છે જેના કારણે લોકોની અવર જવર અને બજારમાં ખરીદી માટે નીકળવાની પગલે સંક્રમણની ઝડપ વધી હતી.

કોરોના પોઝિટિવના સૌથી વધુ કેસ મોરબી શહેર અને ગ્રામ્યમાં
મોરબી જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધુ મોરબી શહેર અને ગ્રામ્યમાં છે બન્નેના મળી એકટિવ કેસની સંખ્યા 154 છે.ત્યાર બાદ વાંકાનેર 27 હળવદ 18, ટંકારા 11 અને માળીયામાં 1 કેસ આવ્યા હતા.આમ કુલ એક્ટિવ કેસની સંખ્યા 212 છે.મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલ કેસની સંખ્યાને જોઈએ તો આગામી સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યા 250નો આંક પાર કરી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

4 દર્દી વેન્ટિલેટર પર, 16 ઓક્સિજન પર
મોરબી જિલ્લામાં આવેલી અલગ અલગ 8 કોરોના હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં 4 દર્દી વેન્ટીલેટર પર હોવાનું અને 16 દર્દી ઓક્સીજન પર હોવાનું સામે આવ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં કુલ 25 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમાં 19 કોરોના પોઝિટિવ અને 6 શંકાસ્પદ દર્દીઓ છે.

જિલ્લામાં ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો
વધી રહેલા કોરોના કેસ વચ્ચે પણ રાહતની વાત એ છે કે જિલ્લાના 154 કેસની સામે 90 દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ પણ કર્યા છે.આમ જિલ્લામાં ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે. આજ સુધીમાં કોરોના અંગેની ઓલઓવર સ્થિતિ જોઈએ તો 2823 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા જેમાથી 2432 દર્દી સ્વસ્થ થયા છે. જયારે 212 દર્દીની સારવાર ચાલી રહી છે.

હાલ ઓક્સિજન વપરાશમાં વધારો નથી
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચોક્કસ વધ્યું છે પણ ગંભીર કેસ એટલી હદે વધ્યા નથી કે વધુ પ્રમાણમાં વેન્ટીલેટર કે ઓક્સીજનની જરૂરીયાત વધી હોય. મોરબી જિલ્લામાં હાલ ઓક્સીજન બાટલાના વપરાશમાં નોંધપાત્ર વધારો ન હોવાનું પણ જાણવા મળ્યુ છે. > ડો.સરડવા, આર. એમ.ઓ. મોરબી સિવિલ હોસ્પિટલ,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો