નવજીવન:હળવદ તાલુકાના માથક ગામમાં જન્મદાતા જ દીકરીને બચાવવા માટે બની કિડની દાતા

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનો માટે અંગત શોખનો ભોગ આપનારી જનની સમય આવ્યે અંગ પણ કાઢી આપે

સ્ત્રી પોતાના સંતાનની ખુશી માટે દુનિયાની તમામ તાકાત સામે લડી લેવાની હિંમત ધરાવે છે અને તેનાં માટે તમામ બલિદાન આપવા તૈયાર થઈ જતી હોય છે. મોરબી જિલ્લામાં પણ આવી એક ઘટના સામે આવી છે, જેમાં હળવદના તાલુકાના માથક ગામના વતની અને હળવદમાં રહેતા એક મહિલાની પુત્રીની બન્ને કિડની બીમારીવશ ખરાબ થઈ જતા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ઉભી થઇ હતી. અનેક પ્રયાસ છતાં કોઈ દાતા ન મળતા અંતે માતાએ જ દિકરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપ્યું છે.

હળવદ તાલુકાના માથકના અને હાલ હળવદ ખાતે રહેતા કૈલાસ બેન નવીનભાઈ મદ્રેસાણિયાની દિકરી જાનવીની એક કિડની જન્મથી ખરાબ હતી, જ્યારે બીજી પણ સમય જતાં ખરાબ થઈ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ હતી ત્યારે કૈલાસબેને પળવારનો પણ વિચાર કર્યા વગર પોતે જ કિડની આપી દેવા તૈયાર થઈ ગયાં હતાં. બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ સમજણું થાય ત્યાં સુધીમાં અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર, સુખ, શોખના ભોગે સંતાનની માવજત કરનાર માતાને ક્યા શબ્દોમાં મૂલવવી એ જ અઘરું છે.

નવીનભાઇ મદ્રેસાણીયાના ઘરે 19 વર્ષ પહેલા જાનવીનો જન્મ થયો હતો, પરંતુ જાનવીના જન્મ બાદ ખબર પડી કે કુદરતે થોડી કમી રાખી દીધી છે.તબીબી તપાસ કરાવતાં જાનવીની એક કિડની જન્મથી ખરાબ અને બીજી 19 વર્ષે ખરાબ થઈ જતાં માતાએ જ દીકરીને કિડની દાન કરીને દીકરીને જીવતદાન આપ્યું હતું. કૈલાસ બેનને ત્રણ સંતાનોમાં બે દીકરી અને એક ચાર વર્ષનો દીકરો છે. હાલમાં ઘરની તમામ પ્રકારની કામગીરી કૈલાશ બેન જાતે જ કરે છે. સ્ત્રી પોતાના સંતાનને પડતી કોઇ જ મુશ્કેલી જોઇ શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...