વિવાદ:પત્ની ઘર છોડી જતાં સાસરિયાનો જમાઈ અને પરિવાર પર હુમલો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગથળામાં પારિવારિક ડખ્ખામાં મારામારી, ત્રણને ઇજા થતાં સારવારમાં

મોરબીમાં બગથળા ગામે પારિવારિક ડખ્ખામાં મારામારી થતા ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પરિણીતા માવતરે હોવા છતાં શોધવાનું કહીને ચાર શખ્સોએ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના બગથળામાં રહેતા વાલજી કંબોયા નામના યુવકની પત્ની દક્ષાબેન વચ્ચે અણબનાવ બનતા તેના માવતરે જતી રહી હોય અને તેના માવતરે હોય તેમ છતાં આરોપીઓ કરનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા (ઉ.વ.૨૩), અજયભાઇ ચંદુભાઇ ઘાટીલીયા (ઉ.વ.૨૬), ચેતનભાઇ ચંદુભાઇ ઘાટીલીયા, (ઉ.વ.૩૧) તેની બાજુમા રહેતો રાહુલ ભરતભાઈ સારલાએ ફરિયાદી દયાબેન વિજયભાઈને તેમજ તેમના ભાઇ વાલજી સાથે ઝઘડો કર્યો હતો. દક્ષાબેનને ગમે ત્યાંથી શોધવાનું કહી ગાળો આપી વાલજી ભાઈને શરીરે ઢીકાપાટુ મારી મુંઢ ઇજા કરી હતી.

દયાબેનને છૂટી ઇંટનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઇજા કરી અને ફરિયાદીની બા સવિતાબેનને ધક્કો મારી પાડી દઇ માથામા ઇજા કરી હતી. અને સાથોસાથ વાલજીભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી હતી અને બનાવની ફરિયાદના પગલે પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...