• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Ishanpur, 7 Persons Attacked Father And Son Saying 'You Will Not Come To Get Vegetables'; A Complaint Was Registered At Halwad Police Station

નજીવી બાબતે ઢોરમાર માર્યો:ઇશનપુરમાં 'શાકભાજી લેવા તારે નહી આવવાનું' કહી 7 શખ્સોનો પિતા-પુત્ર પર હુમલો; હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદના જુના ઇશનપુર ગામે 'શાકભાજી લેવા તારે નહી આવવાનુ' કહી 7 શખ્સોએ પિતા-પુત્ર પર ઘાતકી હુમલો કરતાં ચકચાર મચી જવા પામ્યો છે. આ મામલે ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવાર હેઠળ છે. આ બનાવને પગલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

7 શખ્સોએ પિતા-પુત્ર પર ઘાતકી હુમલો કર્યો
બનાવની મળતી વિગત મુજબ ફરિયાદી ગીરીશભાઈ નાગરભાઈ પરમારે આરોપી મનસુખભાઈ જેરામભાઈ કોળી, વિપુલભાઈ મનસુખભાઇ કોળી, જેરામભાઈ છગનભાઈ કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી અને મયુરીબેન મનસુખભાઇ કોળી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેઓ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે તેમના 70 વર્ષીય પિતા નાગરભાઈ કલાભાઈ પરમાર સાથે સવારના સાડા સાત વાગ્યે શાકભાજીની લારી પરથી શાકભાજી લેવા ગયા હતા. એ સમયે મનસુખભાઈ કોળીએ ગીરીશભાઈને કહ્યું હતું કે શાકભાજી લેવા તારે આવવાનું નહી અને તારા ઘરે જ તારે શાકભાજી લેવાની' જેના પ્રત્યુત્તર સ્વરૂપે ગીરીશભાઈએ જણાવ્યું હતું કે,'આ ગામનો રોડ હોય અને મને મન થાય તે રીતે શાકભાજી લેવા આવીશ' તેમ કહેતા મનસુખભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને 'કાલે તુ શું હોશીયારી કરતો હતો તને વધારે હવા છે? તું અહી જ ઉભો રહેજે' તેમ કહી જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈ આવી ગીરીશભાઈને ફટકાર્યો હતો.

હળવદ પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી
​​​​​​​જેના બાદ અન્ય આરોપીઓ આવી ગયા હતા અને લોખંડની પાઈપ વડે ગીરીશભાઈ પર અને તેમના પિતા પર ઘાતકી હુમલો કર્યો હતો. આ ઉપરાંત મૂઢ માર મારી પિતા-પુત્રને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની વધુ તપાસ dysp એમ.આઈ.પઠાણ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...