• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Halwad's Nawa Ishanpur Village, A Car Got Stuck In The Road Due To Heavy Water Flow, On The Other Hand, 108, Which Had Come To Pick Up A Respiratory Patient, Also Got Stuck In Water.

રસ્તો બન્યો નદી:હળવદના નવા ઇશનપુર ગામે રસ્તામાં ભારે પાણીના પ્રવાહથી કાર તણાઈ, બીજી તરફ શ્વાસના દર્દીને લેવા આવેલી 108 પણ પાણીમાં ફસાઇ

મોરબી17 દિવસ પહેલા

હળવદમાં પડેલા ભારે વરસાદને કારણે નવા ઇસનપુર ગામે જવાના રોડ પર આવતા વોકળામાં વધુ પાણી આવવાને કારણે કાર તણાઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિ બચી ગયા હતા. બીજી તરફ ગામમાં દર્દી લેવા આવેલ 108 પણ વોકરામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હતી. ભારે વરસાદને કારણ રસ્તો બધ પડ્યો હતો અને રસ્તાનાની બંને બાજુ માણસો અટવાયા હતા. તેઓ ના આ પાર કે ના પેલી પાર જઈ શકે એમ હતા. ત્યારે ગામમાં દર્દી 108ની રાહ જોઈ બેસી રહ્યો હતો, પરંતુ 108 તો વચ્ચે રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. ત્યારે તંત્ર સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આવી સ્થીતીમાં જો કોઈ દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ બનશે.

હળવદમાં વરસાદના કારણે મોટાભાગના નદી નાળાઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. તેવામાં રાત્રીના સમયે તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા શામજીભાઈ ભીખાભાઈ દલવાડીના ઘેર ચોટીલાથી મહેમાન આવ્યા હતા અને તેઓ પરત ચોટીલા જવા માટે રવાના થતા વરસાદ પણ ચાલુ હતો. જેથી શામજીભાઈએ આ મહેમાનને તેઓની કારમાં વોકળો પાર કરાવવા માટે ગયા હતા. તેવામાં ગામની શાળા પાસેના વોકળામાં કાર તણાઇ હતી. જેમાં કારમાં સવાર ત્રણેય લોકો મહામહેનતે જીવ બચાવી બહાર નીકળી ગયા હતા. જેથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી.

બીજી તરફ નવા ઇસનપુર ગામમાં શ્વાસના દર્દીને સારવાર માટે લેવા આવેલ 108 પણ વોકરામાં વધુ પાણી આવી જવાના કારણે ફસાઈ હોવાનું પણ જણાવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...