• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Halwad, The Master Of The House Committed Suicide Under The Torture Of Usurers; Three Were Caught With A Chinese Cord Reel

મોરબી ક્રાઈમ ન્યૂઝ:હળવદમાં ઘરના મોભીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો; ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ત્રણ ઝડપાયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસ્વીર

હળવદ તાલુકામાં 9 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પરિવારના મોભીએ ટ્રેક્ટર નીચે પડતું મૂકી પોતાનો જીવ દઈ દીધો હતો. આ આપઘાત બાદ તેના પુત્રને પિતાની સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ખુલાસો થયો હતો. આ સમગ્ર મામલે પુત્રએ હળવદ તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જ્યા બીજી બાજુ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતા મોરબી અને વાંકાનેરમાંથી ત્રણ શખ્સ ચાઈનીઝ દોરીની ફીરકીઓના જથ્થા સાથે મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્યુસાઈડ નોટ
સ્યુસાઈડ નોટ

હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત
હળવદના નવા માલણીયાદ ગામે રહેતા ગોપાલ પરમારે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 21 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાના માલણીયાદ ગામે તેમના નિવાસસ્થાન નજીક તેમના પિતા જયંતિભાઈ ટ્રેક્ટરની ટ્રોલી નીચે પડી ગયા હતા. જેને પગલે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે બાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

રસ્તા પર કૂદી આપઘાત કર્યો
આ ઘટના બની એ વખતે ગોપાલના કાકા તથા દાદીએ પોતાની નજર સમક્ષ નિહાળી હતી. ત્યારબાદ બૂમાબૂમ કરી હતી જેને પગલે તાત્કાલિક જયંતીભાઈને 108ની એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિજનોએ જણાવ્યું હતું કે, આ ઘટના દરમિયાન ટ્રેક્ટર ચાલકનો કોઈ વાંક ન હોય અને તેમના પિતા જયંતીભાઈએ જ રસ્તા પર કૂદીને આપઘાત કર્યો હતો.

સ્યૂસાઇડ નોટ મળી આવી
એ વખતે જયંતીભાઈની ડેડબોડી માંથી સ્યૂસાઇડ નોટમળી આવી હતી. જે ચેક કરતા તેમાં જયંતીભાઈએ વ્યાજખોરોના નામ લખ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, લાલો બુલેટ ગેરેજ વાળો, છગન રામજી ભુવો, ઘનશ્યામ ગઢવી, ચંદ્રેશ પટેલ (પટેલ પ્લાયવુડ), ભરતસિંહ નાડોદા, ડો. પી.પી., અશ્વિન રબારી, ધીરૂ નાનજી પટેલ અને મહિપતસિંહ સહિતના 9 વ્યાજખોરો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી વારંવાર આપવામાં આવે છે. તેના ત્રાસથી કંટાળીને તેઓ અંતિમ પગલું ભરી રહ્યાં છે અને આ આપઘાત પાછળ પરિવારજનોનો કોઈ પણ હાથ નથી તેવું તેમણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
ગોપાલભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પિતાએ આરોપીઓ પાસેથી ઉછીના લાખો રૂપીયા વ્યાજે લીધેલા હતા. તે રૂપીયા તથા વ્યાજ ચુકવવા પોતાની મિલકતના બે ખેતરો 7-7 વિઘાના, રહેણાંક મકાન, ગામમાં વાળા તેમજ ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના વહેંચી લેણદારોને રૂપીયા આપવા છતા લેણદારો તેઓને રૂપીયા માટે વારંવાર ઉઘરાણી કરી રૂપીયા મેળવવા દબાણ કરી રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરવા મજબુર કર્યા હતા. તેથી પિતા જયંતિભાઇએ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ વ્હીલમાં કુદી જઇ આપઘાત કર્યો હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે. તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી-વાંકાનેરમાં ચાઈનીઝ દોરીની ફીરકી સાથે ત્રણ ઝડપાયા
બનાવની મળતી વિગત મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન લાઇન્સનગરમાં ખોજા સોસાયટીમાં આરોપી કરણ બાબુ પનસારા પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીનું વેચાણ કરતા મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 10 હજારની કિંમતની 50 ફીરકી સાથે આરોપી કરણને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર શહેરમાં ધર્મચોક નજીક આરોપી અલ્પેશ જસવંત શેખ ચાઈનીઝ દોરીની રૂપિયા ૩૦૦ની કિંમતની એક ફીરકી સાથે મળી આવ્યો હતો. જ્યારે અન્ય કિસ્સામાં આરોપી સંજય ધીરુ દેગામા ગરબી ચોક પાસે આવેલા કનૈયા મંડપ સર્વિસના ગોડાઉનમાં રૂપિયા ૩ હજારની કિંમતની 10 નંગ ચાઈનીઝ દોરાની ફીરકી સાથે મળી આવ્યો હતો. પોલીસે ત્રણ કિસ્સામાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...