કુદરતી આફતે વિનાશ સર્જ્યો:ધરમનગરમાં ભારે પવનથી ઘરના નળિયા ઉડ્યા; વળતર આપવામાં કચેરીના ઠાગાઠૈયા

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર શહેર નજીક આવેલા ધરમનગર ખાતે ગત તા. 26 જૂનના રોજ રાત્રીના આવેલા ભારે પવન સાથેના વરસાદના કારણે અહીં રહેતા ઘણા ગરીબ પરિવારોના ઘરોને ભારે નુકસાની પહોંચી હતી. જેથી આ લોકોને સરકાર તરફથી નુકસાનીનું વળતર આપવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે અસંતોષ છવાયો છે.

પવનના કારણે ઘરના નળિયા ઉડ્યાં
તા. 26 જૂનની રાત્રીના વાંકાનેર વિસ્તારમાં વરસાદ સાથે મીની વાવાઝોડા દરમ્યાન વાંકાનેરની ધરમનગર ગ્રામ પંચાયત કચેરી હેઠળ આવતા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોના મકાનના નળિયા ઊડી ગયા હતા તેમજ મકાનને નુકસાની થઈ હતી. ગરીબ પરિવારોમા પનારા ચતુરભાઈ છન્નાભાઈ, ભાવેશભાઈ ગોરધનભાઈ, ધીરાભાઈ રતાભાઇ, ગોરધનભાઈ હમીરભાઇ, રાજેશભાઈ ધીરુભાઈ, સંજયભાઈ ધીરુભાઈ, વશરામભાઈ નાજાભાઇ, અશોકભાઈ નાજાભાઇ, જેસાભાઇ ભલાભાઇ, દિનેશભાઈ નાજાભાઇ અને કલાભાઈ વગેરેના ઘરના નળિયા ઉડી ગયા હતા જેના કારણે તેઓને નુકસાન પહોંચી હતી.

કોઈ પરિવારને નુકસાનીનું વળતર મળ્યું નથી
જેથી સહાયની માગણીને લઇને ધરમનગર ગામના તલાટી મંત્રીએ સ્થળ પર પહોંચી મકાનોને થયેલ નુકસાનીનો રિપોર્ટ કરી બનાવની જાણ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. જેથી આ બાબતે સ્થાનિકોને તાત્કાલિક નુકસાનનીનું વળતર આપવા માંગ કરવામાં આવી છે. આ રિપોર્ટ 27 જૂને કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તાલુકા પંચાયત કચેરી દ્વારા એન્જિનિયર પાસે મકાનની નુકસાનીનો પણ સર્વે કરાયો હતો છતાં આજ સુધી કોઈ પરિવારને નુકસાનીનું વળતર મળ્યું નથી.

તંત્રને જાણે રસ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ
હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ચાલુ હોવાના કારણે બીજી ઘરવખરીને નુકસાન થાય સાથે ગરીબ પરિવારોના મકાનના નળિયા ના હોવાથી વરસતા વરસાદમાં રહેવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ ગરીબો માટે તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરી સહાય વિતરણ કરવામાં તંત્રને જાણે રસ ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

નુકસાનીનો અહેવાલ સોંપાઇ ગયો, કાર્યવાહી ક્યારે?
​​​​​
નોંધનીય છે કે,તાલુકા પંચાયત કચેરીના એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા ૫ જુલાઇના રોજ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને નુકસાનીનો રિપોર્ટ પણ તાલુકા વિકાસ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી ક્યારે ગરીબ પરિવારોને સહાય વિતરણ કરાશે

નુકસાન પ્રમાણમાં ઓછું, સહાયપાત્ર નથી: ટીડીઓ​​​​​​​
જે મામલે વાંકાનેર ટીડીઓ બીપીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે સરકારના ધારા ધોરણ મુજબ 15 ટકાથી વધુ નુકસાન હોય તેઓ સહાયને પાત્ર બને છે જયારે આ વિસ્તારમાં સર્વે કર્યો જેમાં નુકસાન એટલું જણાયું નથી જેથી સહાય મળવાપાત્ર ના હોવાનું ટીડીઓએ જણાવ્યું છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...