બાળકોનાં ભવિષ્ય પર ખતરો:આટકોટમાં કૈલાશનગરની આંગણવાડીમાં વરસાદી પાણી ટપકતા તમામ બાળકોને પ્લાસ્ટિકની કોથળી પર બેસાડ્યા

આટકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આટકોટ કૈલાસનગર વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં વરસાદી પાણી ટપક્યા કરે છે, જેના લીધે બાળકોનાં ભવિષ્ય પર ખતરો સર્જાયો છે. આંગણવાડીમાં ધાબામાંથી પાણી ટપકી રહ્યું છે. વરસાદી માહોલમાં બાળકોને બેસાડવા ક્યાં તેવો પ્રશ્ન ઉભો થયો છે. છતાંય કોઇ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. બે વર્ષથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

છતાંય નિર્ભય તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. નાનાં ફુલ જેવા બાળકો પર મોટી જાન હાની થાય તો જવાબદારી કોની રહેશે? કોંગ્રેસનાં વિનુભાઈ ઝાપડીયા આંગણવાડીની મુલાકાતે ગયા હતા ત્યારે નજરે પડ્યું કે નાના બાળકોને કોથળી પાથરીને બેસાડવા પડે છે. આથી વાલીગણમાં કચવાટ ફેલાયો છે કે ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી, તો હજુ તંત્ર શું કરે છે? આ અંગે મોખીક રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. વહેલી તકે આંગણવાડીની મરામત કામગીરી હાથ ધરેે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...