તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પ્રેમસંબંધમાં આડખીલીરૂપ પતિને પ્રેમીએ પતાવી દીધો

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સાથે કામ કરતી પરિણીતા સાથે નજર મળી

મોરબીના હળવદ રોડ પર ઉંચી માંડલ નજીક આવેલા અંબાણી સીરામિકમાં રહેતા એક મજૂરને તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી પતાવી દીધો હતો. બનાવ અંગે મૃતકના ભાઈએ પિન્ટુ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીને તેના ભાઈની પત્ની સાથે આડા સબંધ હતો અને તેને પત્ની સાથે સંબંધ ન રાખવાનું કહેતા પિન્ટુએ તેના ભાઈની હત્યા કરી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ફરાર હત્યારાની શોધખોળ આરંભી છે.

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલા અંબાણી સિરામીકમાં મજૂરી કામ કરતા અને ક્વાર્ટરમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના વાંકોટા ગામના વિજયભાઈ બાબુભાઇ ભાભોરની પત્ની સાથે પિન્ટુ નામના શખ્સને આડા સંબંધ હતા.જેથી વિજયે પિન્ટુને તેની પત્ની સાથે સબંધ ન રાખવા જણાવતા આરોપીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અગાઉ પણ આ બાબતે તેની સાથે ઝઘડા થયા હોવાથી પિન્ટુને વિજય તેના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ લાગતા પતાવી દેવાનું નક્કી કર્યું હતું અને રવિવારે રાત્રીના સમયે તેની ઓરડીમાં ઘુસી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માથા અને મોઢામાં ગંભીર ઇજા પહોંચાડતા વિજયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, તાલુકા પોલીસ મથકના પી.આઇ પીએસઆઈ સાહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ જશવંતભાઈ ઉર્ફે જયેશભાઇ બાબુભાઇ ભાભોરે તાલુકા પોલીસ મથકે પિન્ટુ નામના શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો