પાણીની આવક:મચ્છુ-2માંથી 24 કલાકમાં શહેરને 12 દિવસ ચાલે તેટલું પાણી છોડવું પડ્યું

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મચ્છુ નદીને લાંબા સમય બાદ નવજીવન. - Divya Bhaskar
મચ્છુ નદીને લાંબા સમય બાદ નવજીવન.
  • 75 MCFT પાણી વહી ગયુ, દૈનિક વપરાશ 5 થી 6 MCFTનો છે

મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ ડેમના ઉપરવાસમાંથી પાણીની સારી એવી આવક થઈ હતી. જેના પગલે મોરબીનો મચ્છુ 2 ડેમ સીઝનમાં પહેલીવાર તેની પૂર્ણ સપાટીએ ભરાઇ ગયો હતો અને 3104 એમસીએફટી પાણી ભરાયું હતું .જો કે ઉપરવાસમાંથી વધુ 6900 ક્યુસેક જેટલી પાણીની આવક હોવાથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેથી શુક્રવારના બપોરે 12 વાગ્યાની આસપાસ ડેમના 5 દરવાજા ત્રણ ફૂટ ખોલી એક સાથે જેટલી આવક થઇ રહી હતી એટલું જ પાણી એક સાથે છોડવામાં આવ્યું હતું.

તેમ છતાં પણ ડેમમા ઉપરવાસ આવક ચાલુ રહેતા 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.અને કુલ 24 કલાકમાં કુલ 75 એમસીએફટી પાણી છોડવામાં આવ્યું હતું. મોરબી શહેરને દૈનિક 5થી 6 એમસીએફટી પાણીની જરૂરિયાત રહે છે. તો એ જોતાં 75 એમસીએફટી એટલે કે શહેરની 10થી 12 દિવસની પાણી જરૂરિયાત પૂરી કરી શકાય છે.બીજી તરફ મચ્છુ નદી એક વર્ષથી સૂકી ભઠ્ઠ હતી, જે માત્ર એક દિવસમાં જીવંત બની છે.અને નદીમાં રહેલું ગાંડીવેલનું સામ્રાજ્ય પણ દૂર થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...