તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કેનાલમાંથી ગેરકાયદે કનેકશન અને બકનળીથી કરાઇ છે પાણીચોરી : ખેડૂતો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની લાપરવાહીથી માળિયા સુધી પાણી ન અપાતું હોવાનો દાવો
  • નર્મદા નિગમ ઓથોરિટી, સંબંધિત વિભાગને પગલાં લેવા રજૂઆત

વરસાદ ખેંચવાની સ્થિતિમાં નર્મદા કેનાલનો લાભ મળતો હોવા છતાં માળિયાના છેવાડાના ગામડા સુધી પાણી ન પહોંચતા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, નર્મદા નિગમના અધિકારીઓ અને વીજ તંત્રને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલમાં નાખવામાં આવેલા 3000 દેડકા, બકનળી અને ગેરકાયદેસર કનેક્શનના કારણે પાણી માળીયાના ખેડૂતોને ન મળતું હોવાનો આરોપ લગાવાયો છે, અને જો ત્રણ દિવસમાં પાણી નહીં પહોંચે તો હાઇકોર્ટે જવા ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

એક તરફ વરસાદ ખેંચાયો હોવાથી ખેડુતો સિંચાઇ માટે પાણી મળે તે માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને માળિયા ના છેવાળા ના ગામમાં જ્યાં નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. પણ પાણી યોગ્ય મળતું નથી બીજી તરફ હળવદ તાલુકાના ગામડા સુધી જ પાણી પહોચે છે. જે પાણી ન પહોંચવાનું કારણ આખી કેનાલ ઉપર અનેક જગ્યાએ ગેરકાયદેસર કનેકશન લઈ પાણી ખેંચવવામાં આવતું હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

હાલ ખેડૂતોનો મોલ સુકાઈ રહ્યો છે ત્યારે જો તંત્ર દ્વારા અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો ના છૂટકે ન્યાય માટે હાઇકોર્ટનો સહારો લેવો પડશે તેવી ચીમકી ઉચ્ચેરી ત્રણ દિવસમાં સિંચાઈ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવી ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે લડત આપવા અને ખેડૂતો રેલી સ્વરૂપે કેનાલ ઉપર આમરણ ઉપવાસ બેસસે તેવી ચીમકી રજૂઆતના અંતમાં ઉચ્ચારી છે.માળીયા તાલુકાના ખાખરેચી ગામની ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, વીજતંત્ર અને નર્મદા કેનાલ ઓથોરિટીના અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...