તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:મોરબીમાં રખડતા ઢોર પાંજરે ન પૂરાય તો પાલિકા કચેરીએ છૂટ્ટા મૂકી દેવાશે

મોરબી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 6 માસ પહેલાં ઢોર પાંજરાપોળમાં મોકલી દેવાનો દાવો કરનાર પાલિકા વચન ભૂલી ગઇ
 • સામાજિક કાર્યકરની રજૂઆત, નહીં તો 1 માસમાં આકરા કાર્યક્રમ આપવાની ચીમકી

મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને નિર્દોષ લોકો ઢોરની ઢીંકે ચડી રહ્યા હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં ન લેવામાં આવતા મોરબીના સામાજિક કાર્યકરોએ એક મહિનામાં ઢોરનો ત્રાસ નિવારવા માંગ કરી છે અન્યથા આવા રસ્તે રઝળતા ગાય – ખૂંટિયા મોરબી પાલિકા કચેરીમાં પુરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.મોરબી પાલિકા દ્વારા 6 મહિના પહેલા રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મુકવામાં આવશે તેવો દાવો કર્યો હતો જો કે દાવામાં જાણે કોઈ દમ ન રહ્યો હોય તેમ આજ દિન સુધી પાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ પણ કરવામા આવી નથી.

મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો જાહેર ચોક માર્કેટ વિસ્તારમાં અડીંગો જમાવી બેસે છે અને વાહન ચાલકો કે રસ્તા પરથી નીકળતા લોકોને હડફેટે લઈ રહયા છે. રખડતા ઢોરનો અનહદ ત્રાસ હોવાથી આ અગાઉ ફેબ્રુઆરી માસમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા હજુ પણ વાહન ચાલકોને પોતાના ઝપટમાં લઈ રહ્યા છે. અવાઉ રજુઆત બાદ જિલ્લા કલેકટર દ્વારા એક કમિટીની રચના કરી ઢોર પકડવા અને ઢોર પકડાય તેના માલિક વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા નક્કી કરાયું હતું, આમ છતાં કોઈ પગલાં ન લેવાતા કેટલાય લોકોને જીવ ગુમાવવો પડ્યો છે તો અનેક લોકોને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી છે.

આ સંજોગોમાં હવે જો એક માસમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરો દ્વારા પાલિકા કચેરીમાંગાય-ખૂંટિયા પૂરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવા આવી હતી આ અંગે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડયા, જગદીશ બાંભણીયા, અને મુસાભાઇ બ્લોચે મોરબી જિલ્લા કલકટર, પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખને લેખિત રજૂઆત કરી વહેલી તકે રખડતા ઢોર પકડી શહેરની બહાર ખદેડવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો