• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • If The Price Hike In Fertilizer Is Not Withdrawn, There Will Be Agitation, Wrote A Letter To The CM And Asked Him To Reduce The Price.

સમસ્યા:ખાતરમાં ભાવવધારો પરત ખેંચો નહીં તો આંદોલન થશે, CMને પત્ર લખી ભાવઘટાડો કરવા રજૂઆત કરી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં ખાતરના ભાવમાં કરેલો ભાવ વધારો પરત ખેંચવા સીએમને રજૂઆત કરી છે.યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનની તૈયારી રાખવી પડશે.ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે. સરકાર તરફથી તેઓને યોગ્ય વળતર ચુકવ્યુ નથી અને ઉપરથી ખેડૂતને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં વધારો કર્યો છે. આ ખાતરનો ભાવ વધારો ખેડૂતોની આજીવિકા છીનવી લેવાનો પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોને આ વધારો ખેડૂતો વધારે પરેશાન કરનાર સાબિત થશે.

ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકો ને પણ અનાજ, શાકભાજીવગેરે માં ભાવ વધારાનો સામનો કરવો પડશે. એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડિઝલ, અને ગેસના ભાવવધારાથી પરેશાન છે. અને હવે અનાજ, શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે. આમ તો ચોમેર મોંઘવારી એ માઝા મૂકી છે. સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કઠિન છે. તેવામાં આ વધારો યોગ્ય નથી. ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહી આવે તો આ ખેડૂતોને સાથે રાખીને આંદોલનો કરવાની ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટસ એસો. સેક્ટરી બાવરવાએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...