કાર્યવાહી:ટંકારાના કલ્યાણપરમાં પત્નીની હત્યા કરનાર પતિ જેલહવાલે

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દંપતી વચ્ચે ઝઘડો થતા પતિએ માથામાં પથ્થરના ઘા માર્યા’તા

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામ રહીને મજુરી કરતા શ્રમિક દંપતી વચ્ચે ગત સપ્તાહમાં ઝઘડો થયો. જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ પત્નીને માથામાં પથ્થરના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા નીપજાવી હતી. હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હોય જે આરોપીને ટંકારા પોલીસ ટીમે ઝડપી લીધો છે. જે બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તપાસ અર્થે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે દરમિયાન પોલીસે જરૂરી તપાસ પૂર્ણ કરી હતી. બાદમાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કરતા આરોપી પતિને મોરબી જિલ્લા જેલ હવાલે કરાયો હતો.

મૂળ MPના વતની અને હાલ ટંકારામાં રહીને ખેતમજૂરી કરતા સુમારીયા પારસિંહ માવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની બહેન મૃતક રાયાબેનના વતનમાં પોતે જાતે ખેતમજૂરી કરી મકાન બનાવ્યું હતું. જે મકાનમાં તેનો પતિ તેના માતાપિતાને રહેવા દેવાનું કહેતો હતો પરંતુ મૃતક રાયા તેના સાસુ-સસરાને રહેવાની ના પાડતી હોય જેથી આરોપી પતિ સુબો વેસ્તા વસુનીયાને માઠું લાગ્યુ હતું અને તેના કારણે દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. આવેશમાં આવી જઈને પથ્થર માથામાં ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મોત થયું હતું.

બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઈ એચ.આર. હેરભાની ટીમ ચલાવી રહી હોય જેમાં આરોપી સુબા વેસ્તા વસુનીયા રહે ટંકારા કલ્યાણપર મૂળ MP વાળાને ઝડપી લીધો હતો. કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો.રિમાન્ડ દરમિયાન પોલીસે જરૂરી તપાસ પૂર્ણ કરી હતી બાદમાં કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કરતા આરોપી પતિને મોરબી જિલ્લા જેલ હવાલે કરાયો હતો.પોલીસ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...