હત્યાનો ભેદ ઉકેલાયો:વાંકાનેરમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનારા યુવાનને પતિએ મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનારા યુવાનને પતિએ મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો - Divya Bhaskar
વાંકાનેરમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનારા યુવાનને પતિએ મિત્ર સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો
  • થોડા દિવસો પહેલા યુવાનની કોહવાયેલી લાશ મળી આવી હતી
  • પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બન્ને આરોપીઓની ધરપકડ કરી

મોરબીના વાંકાનેરમાં થોડા દિવસો પહેલા યુવાનની થયેલી હત્યાનો આજે વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમથી શંકાના ઘેરામાં રહેલા બે આરોપીઓને પોલીસે ઝડપીને આકરી પૂછપરછ કરતા બન્નેએ હત્યાની કબૂલાત આપી હતી. જેમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનારા યુવાનને પતિએ મિત્ર સાથે રહેંસી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે.

મોરબીના વાંકાનેરના માટેલ રોડ પર આવેલા સેન્ટોસા સીરામીકના પાછળના ભાગે ગત તા-2 માર્ચના રોજ એક અજાણ્યા ઇસમની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હતી. જેથી પોલીસે લાશની ઝડતી કરતા મૃતકનું આધારકાર્ડ મળતા મૃતક મદન કેજીગરી પાલ રહે-ચુપુરા તાજા-મહોબા (ઉત્તરપ્રદેશ) વાળાની ઓળખ થઈ હતી. આથી પોલીસે તેના સગાવહાલાને બોલાવી મૃતકનું પીએમ કરાવતા મૃતકના માથાના ભાગે ઇજા થયેલી હોવાનું ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસે મૃતકના ભાઇ પુષ્યનકુમારની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મદન મીલેનીયમ સીરામીક ઢુવા ખાતે કામ કરતા હોય અને ગઇ તા-25 ફેબ્રુઆરીના રોજ રાત્રે તેના મિત્ર રાઘવેન્દ્ર રામકુમાર રજપુત તથા અધીનભાઇ ઉંદાભાઇ પગી પાસે પૈસા લેવા માટે ગયો હતો. ત્યારથી પરત આવેલો ન હોય તેવી હકીકત જણાવી હતી. જેથી પોલીસે આ બનાવની ફરીયાદ પરથી શકદાર રાધવેન્દ્રકુમાર સમકુમાર સેવા (ઉ.વ-24, રહે હાલ-કપટાઇલ્સ સીરામીક રાતીવીરડા તા-વાંકાનેર મૂળ રહે અંકોના તારા જીહમીરપર યુ.પી ) તથા અશ્વીન ઉગામાઇ પી (ઉ.વ-21, રહે હાલે-લાટો સીરામીક સરતાનપર તા-વાકાનેર મુળ રહે હાથીવન તા-લુણાવાડા જી. મહીસાગર )ને પકડીને પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે ઉંડાણપુર્વક પુછપરછ કરતા આરોપી અશ્વીને જણાવ્યુ હતુ કે, મૃતક મદન મારી પાસે પૈસા માંગતો હોય અને મને વાંરવાર ફોન ઉપર ગાળો બોલી પૈસાની ઉધરાણી કરતો હતો. તેમજ એકવાર મારી પત્નીએ ફોન ઉપાડતા આ પૈસા બાબતે મારી પત્નીને પણ ફોન પર ગાળો આપી હતી. જેથી મને નહી ગમતા મદનને પાઠ શીખવવાનો મનોમન નક્કી કરેલુ અને આ મદનને રાઘવેન્દ્ર પાસેથી પૈસા લેવાના હોય જેને પણ ગાળો બોલતો હોવાની મને ખબર હતી. જેથી હું તથા રાધવે સાથે મળેલા અને અમો બન્ને મદનને મારી નાખવાનું નક્કી કર્યુ હતું.

આ દરમિયાન તા. 25 ફ્રેબ્રુઆરીના રોજ રાઘવેન્દ્રએ મદનને ફોન કરી પૈસા લેવા આવવા માટે બોલાવેલો અને સેન્ટોસા સીરામીક પાછળ લઇ જઇ મદનને અમો બન્નેએ મળી મદનને લોખંડના સળીયાથી માથામાં મારી હત્યા કરેલી અને લાશને ઢસળીને રસ્તાની બાજુમાં આવેલા ઘાસમાં સંતાડી દીધી હતી. જે બાદ અમો બન્ને ત્યાંથી ભાગી ગયા હતા. આ કબૂલાતના આધારે પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...