મોરબીના ઉંચી માંડલ નજીક આવેલા એક સિરામિક યુનિટમાં રહેતા યુવકને અન્ય પાસે પત્નીનો મોબાઇલ નંબર માગવા મુદે માથાકૂટ થઇ હતી અને બાદમાં આ મુદે સમાધાન પણ થઇ ગયું હોવા છતાં એ યુવકે જૂના મનદુ:ખને યાદ રાખી મહિલાના પતિને છરીના આડેધડ ઘા ઝીંકી દેતાં મામલો બીચક્યો હતો અને પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો.
આ બનાવ મામલે મોરબી પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી આરંભી છે.આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ઉંચી માંડલ પાસે આવેલા પનારા સિરામિકમાં રહેતા અરેન્દ્રસિંહ મનહર સિંહ પોરવાલા નામના યુવકની પત્ની ગીતાંજલી નામની મહિલા પાસે કરીમ ઉદેદાદભાઈ મકરાણી નામના શખ્સે મોબાઈલ નંબર માગ્યા હતા જે બાબતે બોલાચાલી થઈ હતી.
બાદમાં આ માથાકૂટનું સમાધાન પણ થઈ ગયું હતું તેમ છતાં પણ આરોપીઓએ ઝઘડાનો ખાર રાખી અરેન્દ્ર પોરાવાલા અને તેની પત્ની ઉચી માંડલ ગામ નજીક આવેલા પનારા સીરામીકના લોડીંગ પોઈટ પાસે હતા ત્યારે આરોપીઓ કરીમભાઇ ઉદેદાદભાઇ મકરાણી , ઇરફાનભાઇ કરીમભાઇ મકરાણી, અને સમીરભાઇ કરીમભાઇ મકરાણીએ અરેન્દ્ર સાથે બોલાચારલી અને ઝઘડો કરી માર માર્યાે હતો, તો એક શખ્સે છરીના ઘા ઝીંકી દેતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી.
મારામારીના આ બનાવ અંગે યુવકના બનેવી અને પાવડીયારી નજીક આવેલા ટાઇલ્સ ફેકટરીમાં સાઇજિંગ માસ્ટર તરીકે કામ કરતા શુભમ નારાયણ સોલંકીએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.