• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Husband Accused Of Killing Wife In Morbi On Remand; He Was Handed Over On One Day's Remand Before Being Produced In Court

ઘર કંકાસમાં જીવ લીધો:મોરબીમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો; કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ પર સોંપ્યો

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહીને મજુરી કરતા શ્રમિક દંપતી વચ્ચે ઝઘડો થવા પામ્યો હતો. જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પતિએ પત્નીને માથામાં પથ્થરના ઘા ઝીંકી દઈને નિર્મમ હત્યા નીપજાવી હતી. હત્યા કરી આરોપી પતિ ફરાર થયો હોય જે આરોપીને ટંકારા પોલીસ ટીમે ઝડપી લીધો છે. જે આરોપી હાલ રિમાન્ડ પર છે.

ઘર કંકાસમાં પતિ સુબાએ રાયાને માથાના ભાગે પથ્થર માર્યો
મૂળ MPના વતની અને હાલ ટંકારામાં રહીને ખેતમજુરી કરતા સુમારીયા પારસિંહ માવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની બહેન રાયા અને બનેવી સુબ વચ્ચે ઘર કંકાસ થતા પતિ સુબાએ રાયાને માથાના ભાગે પથ્થર માર્યો હોય જેથી ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મોત થયું હતું. બનાવને પગલે વાડી માલિક રફીક સંઘી રહે કલ્યાણપર વાળાએ મૃતદેહ ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને પીએમ માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો હતો.

એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મૃતક રાયા તેના વતનમાં પોતે જાતે ખેત મજુરી કરી મકાન બનાવ્યું હતું જે મકાનમાં તેનો પતિ તેના માતાપિતાને રહેવા દેવાનું કહેતો હોય પરંતુ મૃતક રાયા તેના સાસુ-સસરાને રહેવાની ના પાડતી હોય જેથી આરોપી પતિ સુબો વેસ્તા વસુનીયાને સારું નહિ લાગતા ઝઘડો થયો હતો. આવેશમાં આવી જઈને પથ્થર માથામાં ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચતા પત્નીનું મોત થયું હતું. જે બનાવ મામલે ટંકારા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઈ એચ.આર. હેરભાની ટીમ ચલાવી રહી હોય જેમાં આરોપી સુબા વેસ્તા વસુનીયા રહે ટંકારા કલ્યાણપર મૂળ MP વાળાને ઝડપી લીધો હતો. કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...