ખતરો ટળી પણ શકે:હીકા વાવાઝોડું 4 કે 5મી જૂને ત્રાટકી શકે, 120ની ઝડપે પવન ફૂંકાશે, નવલખી પોર્ટે 1 નંબરનું સિગ્નલ

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે દરિયામાં વાવાઝોડું સક્રિય થયું છે. અને હવામાન વિભાગ આગામી 4 થી 5 જૂન દ્વારા ગુજરાતનાં દરિયા કાંઠે ટકરાઈ તેવી સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લામા તેની અસર પહોંચી શકે છે. આ સંભાવનાને પગલે દરિયામાં આગામી સમયમાં ભારે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્યારે મોરબી જિલ્લાનાં એક માત્ર બંદર નવલખી પોર્ટમાં પણ એક નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલુ કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા, બ્લડ ડોનરનું લીસ્ટ તૈયાર રાખવા, રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા, રોડ પરના સાઇન બોર્ડ ચેક કરવા, કાચા મકાનોનું સર્વે કરવા, તરવૈયાઓની યાદી કરવી, રેસ્ક્યુ ટીમની તૈયારી રાખવી, રેસ્ક્યુના સાધનો ચેક કરી લેવા, આશ્રય સ્થાનોની મુલાકાત લેવા જેવા સુચનો કરીને કામગીરીને એક અઠવાડીયામાં પૂર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી. વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં ઉતારવામાં આવતી કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે.

આ વાવાઝોડું રાજયના જામનગર, દ્વારકા, ઓખા, મોરબી થઇ કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધી ત્યાં વિખેરાઇ જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. જે કયારે શરૂ કરાશે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.  આટલું જ નહીં સોમવારે હવામાનની સ્થિતિના આધારે અન્ય જણસોની આવક ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે.

ખંભાળિયા પંથકમાં છાંટા પડયા
જામનગર સહિત હાલારભરમાં શનિવારે અચાનક જ હવામાનમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ. જયારે જામનગરમાં એક દિવસમાં જ મહતમ તાપમાનનો પારો 3 ડીગ્રી નીચે સરકયો હતો અને 36.5 ડીગ્રીએ પહોચ્યો હતો. જેથી આકરા તાપથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી.જોકે,જામનગરમાં ભેજનુ 75 ટકા જેટલું ઉંચુ પ્રમાણ રહેતા અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો અકળાયા હતા. વાદળછાયા વાતવરણ વચ્ચે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. કારણ કે બપોરના સમયે આકારા તાપને કારણે તીવ્ર ગરમી અને ભેજના કારણે બફારાના કારણે લોકો પરસેવે ન્હાઇ રહ્યા હતાં. શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં છાંટા પડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...