દેશભરના મેટ્રો શહેરોથી લઇ ડી ગ્રેડની નગરપાલીકા સુધી તમામ સ્તરે સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને સફાઈને રૂટીન કામગીરીના બદલે એક કોમ્પિટિશન લેવલથી લે અને પોતાના શહેરને સ્વચ્છ બનાવી વધુને વધુ માર્ક લાવી દેશભરમાં અલગ ઓળખ લાવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 2 ઓક્ટોબર 2014થી દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરુ કરવાની જાહેરાત કરી હતી.
1 જાન્યુઆરી 2015થી દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરુ કરવામાં આવ્યું હતું. જેમાં દેશની મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાને જોડવામાં આવી અને દર વર્ષે અલગ અલગ કેટગરી મુજબ સફાઈ કામગીરીને વેચવામાં આવી છે અને તેના આધારે માર્કિંગ કરવામાં આવે છે. મોરબી નગરપાલિકા પણ દર વર્ષે આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે અને દર વર્ષે તેના પરિણામમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે.
ગત સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકા સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમે, રાજ્યમાં 7માં ક્રમે જયારે દેશમાં 85મો ક્રમ મેળવ્યો હતો. હવે 2022માં યોજાનાર સર્વેક્ષણમાં પાલિકા ફરી ભાગ લઇ રહી છે, જેના ભાગરૂપે અલગ અલગ કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા સઘન આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેનો અમલ પણ તાકીદે કરાવાયો હતો.
કેન્દ્રીય ટીમે શું શું જોયું ?
કેન્દ્રની એક ટીમ તપાસ માટે આવી હતી અને ડોક્યુમેન્ટ ચકાસણી તેમજ શૌચાલય અને ડમ્પિંગ સાઈટની મુલાકાત લઈ તપાસ કરી હતી. જો કે ટીમે ચકાસણી કર્યા બાદ પાલિકાની કઈ કામગીરી સારી છે, કેમાં સુધારાની જરૂર છે તે બાબતે સ્પષ્ટતા કરી નથી. કે કોઈ પણ પ્રકારનું સજેશન આપ્યું નથી. પાલિકાએ સર્વેક્ષણમાં કેવું પ્રદર્શન કર્યું તે હાલ સસ્પેન્સ રહ્યું છે. આગામી મહિનામાં જયારે કેન્દ્ર તરફથી પરિણામ જાહેર થશે ત્યારે પાલિકાનું પ્રદર્શન કેટલું સુધર્યું અથવા કેટલું બગડ્યું તેનો ખ્યાલ આવશે.
રેસમાં જોડાવા આ કામગીરી કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.