તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:મોરબી પાટીદાર સમાજના 860 દર્દીનું ગૃહપ્રયાણ

મોરબી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 1184 દર્દી સારવારમાં આવ્યા

કોરોના મહામારીના સેકન્ડ વેવમા મોરબી ખાતે પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલા બે કોરોના કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં 1184 કોરોના પેશન્ટ સારવાર માટે આવ્યા હતા. જે પૈકી 860 દર્દી સાજા નરવા થઈ ઘરે પરત ફર્યા છે. મોરબી પાટીદાર સમાજ દ્વારા કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ગત તા.8 એપ્રિલના રોજ જોધપર મુકામે આવેલા પટેલ બોર્ડિંગ ખાતે ૩૦૦ બેડની સુવિધા સાથે પાટીદાર કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મોરબી શહેરમાં કન્યા છાત્રાલય ખાતે ૩૦૦ બેડ સાથેનું બીજું સેન્ટર પણ શરુ કરાયું હતું. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને સિરામિક એસોસિએશન દ્વારા શરુ કરાયેલા આ બંને સેન્ટરમાં પહેલા હોમ આઇસોલેશન અને બાદમાં ઓક્સિજન બેડની સુવિધા પણ શરુ કરવામાં આવી છે.

કોરોના સેકન્ડ વેવમાં જેમાં જોધપર ખાતે ૭૭૪ અને છાત્રાલય ખાતે અત્યાર સુધીમાં ૪૧૦ એમ કુલ મળીને ૧૧૮૪ દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી યોગ્ય તબીબી સારવાર અને સતત દેખરેખ અને કાળજી બાદ ૩૦ તારીખ સુધીમાં ૮૬૦ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. હાલમાં જોધપર ખાતે ૧૯૨ જેમાંથી ૩૩ દર્દીઓ ઓક્સિજન પર છે. જયારે કન્યા છાત્રાલય ખાતે ૧૩૨ જેમાંથી ૨૩ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો