તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મોરબીમાં ચાઈનીઝ વસ્તુની હોળી, 130થી વધુ ઉદ્યોગકારો જોડાયા

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સસ્તી વસ્તુ મેળવવાની લહાયમાં લોકો ચીની પ્રોડક્ટ ખરીદી સ્થાનિક ઉત્પાદકોને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે મોરબીના મોટાભાગના ઉદ્યોગકારોએ બાઇકોટ ચાઇના ઝુંબેશ છેડી ચીન સામે વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
સસ્તી વસ્તુ મેળવવાની લહાયમાં લોકો ચીની પ્રોડક્ટ ખરીદી સ્થાનિક ઉત્પાદકોને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે મોરબીના મોટાભાગના ઉદ્યોગકારોએ બાઇકોટ ચાઇના ઝુંબેશ છેડી ચીન સામે વિરોધ નોંધાવ્યો.
 • ઓરેવા ગ્રુપ સહિત મોટાભાગના ઉદ્યોગકારોએ બોયકોટ ચાઇનાની ઝુંબેશમાં ભાગ લીધો

હાલ દિવાળી પર્વ ચાલી રહ્યું છે આવા સમયે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. જો કે લોકો સસ્તી વસ્તુની લ્હાયમાં ચાઈનીઝ પ્રોડક્ટ ખરીદી રહ્યા છે. જેના કારણે સ્થાનિક ઉત્પાદકોને મોટા પાયે નુકશાન જતું હોય છે. આવા સમયે લોકો આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાય અને સ્થાનિક વસ્તુ પ્રત્યે જાગૃત થાય તે માટે મોરબીમાં ક્લોક મેન્યુફેક્ચરિંગ એલાઇન્સ દ્વારા આજે ચાઇનાના રમકડાં સળગાવીને ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના 130 જેટલા ઉદ્યોગકારોએ બોયકોટ ચાઇનાની ઝુંબેશના ભાગરૂપે ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કર્યો હતો.

ગેરકાયદે ઘુસાડાતી ચાઇનાની પ્રોડક્ટ બંધ કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની માંગ કરી હતી. ઉદ્યોગકારો દ્વારા ચાઇનાના રમકડાંને સળગાવીને બોયકોટ ચાઇનાના નારા લગાવીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા, અને આ ઉદ્યોગકારોએ ચાઇનાની પ્રોડક્ટનો વિરોધ કરીને સરકાર સમક્ષ ચાઇનાથી ભારતમાં આવતી ગેરકાયદે પ્રોડક્ટને બંધ કરાવી સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની માંગ કરી હતી.આ તકે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે,ચાઇનાંથી જે પ્રોડક્ટ ભારતમાં ગેરકાયદે આવે છે તે ચાઇના પ્રોડક્ટને બંધ કરવામાં આવે અને જો ચાઇનાની વસ્તુઓ બંધ કરવામાં આવે તો જ સ્થાનિક ઉદ્યોગકારોને આત્મનિર્ભર બનાવવામાં પ્રોત્સાહન મળશે અને નાના નાના લોકોને રોજગારી મળશે.

કારણ કે,ચાઇનાથી જે વસ્તુઓ આવે છે તેના કરતાં ભારતની વસ્તુઓ 20 ટકા મોંઘી હોય છે.ચાઇનાથી ટેક્સ ચોરી કરીને ગેરકાયદે વસ્તુઓને ભારતમાં ઘુસાડવામાં આવે છે.એટલે ભારતની વસ્તુઓ કરતા ચાઇનાની વસ્તુઓ પ્રમાણમાં સસ્તી મળે છે.પણ ભારતમાં ઉધોગો ટેક્સ ચૂકવતા હોય અને ચાઇના કરતા પણ અહીંની પ્રોડક્ટ ગુણવત્તાવાળી હોવાથી થોડી મોંઘી રહે છે.પણ ચાઇનાની વસ્તુઓ સસ્તી હોવાથી ભારતની વસ્તુઓ ઘરઆંગણે જ પાછી પડે છે.તેથી ચાઇનાની ગેરકાયદે વસ્તુઓ બંધ કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો