તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબી-માળિયા હાઈવે પર હિટ એન્ડ રન, યુવકનું મોત

મોરબી22 દિવસ પહેલા
 • કૉપી લિંક

મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર બુધવારે હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં એક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી હતી. મોરબી માળીયા હાઇવે ઉપર ચંગાલપીરની દરગાહ સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી દિપકુમાર નામના યુવાનને હડફેટે લીધો હતો. જેથી યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે મૃતકના સાળા અને મોરબીના નવા બસસ્ટેન્ડ સરદારબાગ પાસે રહેતા દિનેશભાઇ પંડાભાઇ પટેલ (ઉ.વ.૧૯)એ અજાણ્યો વાહન ચાલક સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો