તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના લાલપર ગામ નજીક ગેટ સામે શુક્રવારે મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં જાંબુડીયા ગામમાં રહેતા 29 વર્ષીય યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ આધારેતાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.બનાવની મળતી માહિતી મુજબ શુક્રવારે મોડી રાત્રે જીજે 36ઇ3571 નમ્બરનું બાઈક લઈને જતા જાંબુડિયા ગામના વતની પ્રકાશભાઈ ખીમજીભાઈ સોલંકી નામનો 29 વર્ષીય યુવક મોરબીના લાલપર ગામ નજીકથી નીકળી રહ્યો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી પછાડી દીધા હતા
આ ઘટનામાં પ્રકાશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ અંગે તાલુકા પોલીસે મૃતકના ભાઈ રમેશભાઈ ખીમજીભાઈ સોલંકીની ફરિયાદ આધારે ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.