ડેમો છલકાતા હરખની હેલી:મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક ડેમોમાં નવા નિરની ભરપૂર આવક, જગતના તાતમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં 64 મિમી, ટંકારામાં 11 મિમી, માળીયામાં 4 મિમી, વાંકાનેરમાં 3 મિમી વરસાદ

મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે વરસાદ પડ્યો હતો. જોકે, બપોર બાદ મેઘવીરામ લીધો હતો. ત્યારે જિલ્લાના વિવિધ ડેમો અંશતઃ છલકાયા હતા. જેથી ખેડૂતો સહિત તમામ લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. નડી-નાળા છલકાતા જગતના તાતમાં હરખની હેલી જોવા મળી છે.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
મોરબી જિલ્લામાં ગતરાત્રીથી માંડીને આજે સવારે 8 વાગ્યા સુધી મેઘવીરામ રહ્યા બાદ હાલ 10 વાગ્યે ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. ત્યારે મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક એટલે કે ગઈકાલે મંગળવારે સવારે 6થી આજે બુધવારે સવારે 6 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 64 મિમી, ટંકારામાં 11 મિમી, માળીયામાં 4 મિમી, વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે હળવદ વરસાદ નોંધાયો નથી.

મોરબી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલું પાણી આવ્યું ? અને કેટલું પાણી ભરાયું ? તેની વિગત નીચે મુજબ છે.

મચ્છુ 1 ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 42 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.33 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 21.90
ડેમની કુલ કેટલી પાણી સમાય : 2435 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 555 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 22.79 ટકા

મચ્છુ 2 ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 33 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.05 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 22.20
ડેમની કુલ કેટલી પાણી સમાય : 3104 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 1214 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 43.33 ટકા

ડેમી 1 ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 23 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.12 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 11.00
ડેમની કુલ કેટલી પાણી સમાય : 783 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 201 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 26.01 ટકા

ડેમી 2 ડેમની વિગત
​​​​​​​
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 19 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 3.28 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 10.80
ડેમની કુલ કેટલી પાણી સમાય : 753 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 194 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 32.35 ટકા
​​​​​​​ધ્રોડાધ્રોઈ ડેમની વિગત
​​​​​​​
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 6.73 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 13.20
ડેમની કુલ કેટલી પાણી સમાય : 243 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 140 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 77.18 ટકા
​​​​​​​બંગાવડી ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 15.50 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.62 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 12.40
ડેમની કુલ કેટલી પાણી સમાય : 130 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 74 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 59.41 ટકા
બ્રાહ્મણી ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 27 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 0.92 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 10.80
ડેમની કુલ કેટલી પાણી સમાય : 2060 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 357 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 20.83 ટકા
બ્રાહ્મણી 2 ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17.60 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 00 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 8.00
ડેમની કુલ કેટલી પાણી સમાય : 699 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 176 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 31.78 ટકા
મચ્છુ 3 ડેમની વિગત
​​​​​​​
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 20.80 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.00 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 15.30
ડેમની કુલ કેટલી પાણી સમાય : 282 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 137 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 67.83 ટકા
ડેમી 3 ડેમની વિગત
ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 13 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.27 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 0.70
ડેમની કુલ કેટલી પાણી સમાય : 339 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 8 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 14.06 ટકા

અન્ય સમાચારો પણ છે...