તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે પરિણામ:મોરબી યાર્ડની ચૂંટણીમાં સહકાર પેનલ, અને પરિવર્તન પેનલ વચ્ચે જોરદાર ટક્કર

મોરબી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
શરૂઆતના રાઉન્ડમાં વિજેતા જાહેર થયેલા ઉમેદવાર - Divya Bhaskar
શરૂઆતના રાઉન્ડમાં વિજેતા જાહેર થયેલા ઉમેદવાર
 • ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, સહકારી વિભાગની 2 મળી કુલ 16 બેઠક માટે થયું’તું મતદાન
 • વેપારી પેનલમાં 4માંથી 3 કોંગ્રેસ સમર્થક ઉમેદવાર
 • ખરીદ પેનલમાં યાર્ડના ચેરમેન સહિત ભાજપ સમર્થક 2 ઉમેદવાર વિજેતા

મોરબી જિલ્લાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ એવા મોરબી એપીએમસીમા 19 વર્ષ સુધી બિન હરીફ વરણી જોવા મળતી હતી અને તેમાં ભાજપના આગેવાનો જ સત્તા પર જોવા મળતા હતા. જો કે 20માં વર્ષે આ પરંપરા તૂટી અને કોંગ્રેસ દ્વારા પણ તેના કાર્યકર તેમજ હોદેદારોને ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતાર્યા હતા. ખુદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા,જિલ્લા પંચાયત સભ્ય નયન અધારા સહિતના કોંગી કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી હતી. બુધવારે યાર્ડની ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકારી વિભાગની 2 એમ કુલ 16 બેઠક માટે મતદાન યોજાયું હતું. આ 16 બેઠક માટે બન્ને તરફી કુલ 20 ઉમેદવાર ઉભા રહ્યા હતા.

કઇ બેઠકો માટે કેટલું મતદાન થયું!
મોરબી માર્કેટિંગ યાર્ડના હોદેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે નોંધાયેલા 1468 પૈકી 1375 મતદારોએ મતદાન કરતા 93.60 ટકા મતદાન થયું હતું. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે નોંધાયેલા 143 મતદાર પૈકી 132 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 92.30 ટકા મતદાન નોંધાયું હતું. ઉપરાંત ખરીદ વેચાણ સંઘની 2 બેઠક માટે નોંધાયેલા 35 મતદારો પૈકી તમામ 35 મતદારોએ મતદાન કરતા 100 ટકા મતદાન થયું હતું. ગુરુવારે માર્કેટિંગ યાર્ડના હોદેદારો માટે ઉભા રહેલા ઉમેદવારને મળેલા મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

જેમ મોડી રાત સુધી ખેડૂત પેનલની 10 બેઠક માટે મત ગણતરી ચાલી હતી. સવારે વેપારી પેનલ માટે વેપારી પેનલની 4 બેઠક માંથી 3 કોંગ્રેસ સમર્થક ઉમેદવારને ફાળે ગઈ હતી, જ્યારે એક ભાજપના ફાળે ગઈ હતી. ખરીદ વેચાણ સંઘ વિભાગની ગણતરીમાં ભાજપના આગેવાન અને હાલના યાર્ડ ચેરમેન મગન વડાવીયા વિજેતા બન્યા હતા તેમની સાથે મનહરભાઈ બાવરવા પણ વિજેતા બન્યા હતા.

મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી હતી અને આજે શુક્રવારે પરિણામની જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છેલ્લા 19 વર્ષથી તો યોજાતી જ ન હતી પરંતુ આ વખતે કોંગ્રેસે ઝૂકાવતાં આ ચૂંટણી પણ રસાકસીભરી બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો