કેસમાં વધારો:મોરબીમાં યુવાનને હીટસ્ટ્રોકની અસર, 108ની ટીમે જીવ બચાવ્યો દર્દીને પ્રાથમિક સારવાર આપી સરકારીમાં દાખલ કરાયો

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ખાસ કરીને બપોરના સમયે જાણે અગનજવાળા વરસતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મોરબી શહેરમાં પણ ગરમી નું પ્રમાણ વધારે જોવા મળ્યું છે જેને કારણે ઈમરજન્સી મેડીકલ કેસમાં વધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં વાંકાનેર મોરબી હાઈવે નજીક આવેલ આવેલ શક્તિ ચેમ્બરમાં શંકર ભાઈ સુરેલા નામની વ્યક્તિ ને અચાનક છાતી માં તીવ્ર દુઃખાવો ઉપાડી જતાં અને બ્લડ પ્રેશર પણ ગરમીના કારણે વધી જતાં રોડ પર ઢળી પડ્યા હતા અને તરત જ 108માં જાણ કરવામાં આવી ત્યારે 108ના લાલબાગ લોકેશનના Emt મનીષ ભાઈ પાઇલોટ રામભાઈ ઘટના સ્થળે ખૂબ જ ઓછા સમયમાં પહોંચી ગયા હતા અને સમયસર દર્દીને સારવાર આપી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જો ઘટના સ્થળે જ સમયસર સારવાર ન આપવામાં આવી હોત તો દર્દીનો જીવ જોખમમાં આવે તેવી સ્થિતિ બની હતી.હાલ આ કાળઝાળ ગરમીના કારણે વધતી જતી ઇમરજન્સી મોરબી ૧૦૮ જીવન સંજીવની સાબિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...