કેન્દ્ર અને રાજય સરકાર તા.18 થી તા.22 દરેક તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવા સૂચના આપી છે. જેને પગલે મોરબી જિલ્લામાં વહીવટી તંત્રના સંકલનમાં રહી મુખ્ય આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં જુદા-જુદા તાલુકામાં તાલુકા કક્ષાએ આરોગ્ય મેળાેનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે તા.21 ના રોજ મોરબી તાલુકામાં સરકારી હોસ્પિટલ ખાતે તથા માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે, વાંકાનેર તાલુકામાં સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે અને તા.22ના ટકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને હળવદ તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ ખાતે આરોગ્ય મેળા યોજાશે. જેથી આ મેળામાં વધુમાં વધુ લાભાર્થી લાભ લેવા કલેક્ટર જે બી પટેલના જિલ્લા વિકાસ અધિકારી ભગદેવ તેમજ આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મોરબીનાં માન ચેરમેન, હિરાભાઈ ટારિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને અપીલ કરી છે.
આ મેળામાં લાભાર્થીઓને યુનિક ફેલા આઈડી કાર્ડ.PMuAY કાર્ડ કાઢી આપવામાં આવશે જેના માટે લાભાર્થીનું આધાર કાર્ડ,રેશન કાર્ડ,આવકનો દાખલો (ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી.જેવા ડોક્યુમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે.
જુદા જુદા તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન,લેબોરેટરી સેવાઓ,મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે,નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ.બી પી, કેન્સર,માનસિક રોગોનું નિદાન ચેપી રોગો અને બિનચેપી રોગીનો અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહિતી પુરી પાડવામાં આવશે.
હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા આરોગ્ય,વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી મુક્ત ભારત વિગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે તમાકુ,આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મૌતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.